Home Crime પૈસાના ડખ્ખામાં ભુજમાં મિત્રની હત્યા કરનાર ઇમરાન છરી સાથે ઝડપાયો !

પૈસાના ડખ્ખામાં ભુજમાં મિત્રની હત્યા કરનાર ઇમરાન છરી સાથે ઝડપાયો !

9932
SHARE
ભુજના ઇમામ ચોકમાં નજીવી બાબતે યુવકની હત્યાના ચકચારી કિસ્સામાં હત્યા કરનાર આરોપી પોલીસની ગીરફ્તમાં આવી ગયો છે. 1000 રૂપીયાની ઉધરાણી મામલે ઉશ્કેરાઇ હત્યા કરનાર આરોપી ઇમરાન ઉર્ફે વાલડી મુબારક જુણેજાને ભુજ એ ડીવીઝન પોલીસે છરી સાથે ઝડપી પાડ્યો છે.
ભુજમાં નજીવી બાબતે બુધવારે એક યુવકની હત્યા એ ભારે ચકચાર સર્જી હતી.સંજોગનગર મોટા પીર ચોકડી નજીક આવેલા ઈમામ ચોક પાસે નાણાંની લેતી-દેતીમાં છરી ઝીંકી રૂઝાન હિંગોરજાની નિર્મમ હત્યાનો મામલો સામે આવ્યો હતો. પ્રાથમીક તપાસમાંજ રૂઝાનના મિત્ર એવા ઇમરાન રમઝાન જુણેજાએ જ તેની હત્યા કરી હોવાનુ ખુલ્યુ હતુ જે મામલે ભુજ એ ડીવીઝન પોલીસે હત્યારાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ હત્યાને અંજામ આપનાર ઇમરાન ઉર્ફે વાલડી મુબારક જુણેજા રહે સંજોગનગર હત્યામાં ઉપયોગ કરાયેલી છરી સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.એક સમયે નશામાં ઇમરાને હત્યા કરી હોવાનું અને સમગ્ર બનાવના મૂડમાં ડ્રગ્સ કરણભૂલ હોવાના મેસેજ સાથે યુવકની હત્યાની ધટનાના મેસેજ ફરતા થયા હતા જો કે પોલીસે અત્યાર સુધી આવી કોઈ વિગત સામે ન આવે હોવાનુ જણાવ્યું હતું. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર ઇમરાનને ઝડપી પાડ્યો છે. ઇમરાન અને રૂઝાન બન્ને મિત્રો હતા અને ઇમરાને રૂઝાનને હાથ ઉછીના આપેલા પૈસાની ઉધરાણી કરતા બન્ને વચ્ચે બબાલ થઇ હતી પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે ઇમરાને રૂઝાનને હાથ ઉછીના પૈસા આપ્યા હતા જેની માંગણી કરતા રૂઝાને તેને વારંવાર અપશબ્દો કહતો હતો જે બાબતે ચાલતા વિખવાદ વચ્ચે ગઇકાલે આજ બાબતે બોલાચાલી થયા બાદ ઇમરાને પોતાના પાસે રહેલી છરી વડે રૂઝાન પર હુમલો કર્યો હતો જેમાં મિત્રના હાથે મિત્રની હત્યા થઇ ગઇ હતી. સામાજીક-રાજકીય આગેવાનના કુટુંબ સાથે સંકળાયેલા યુવાનની હત્યાથી સમાજમાં ભારે શોક ફેલાયો હતો. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને છરી સાથે ઝડપી તેની વધુ પુછપરછ હાથ ધરી છે. ઝડપાયેલ ઇમરાન અગાઉ ભુજ એ-બી પોલીસ મથક તથા સાંણદના એક ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આ કામગીરીમાં કામગીરીમાં પીઆઇ એ.જી.પરમાર ડી.ઝેડ.રાઠવા,ઉમેશ બારોટ,મહિદીપસિંહ જાડેજા,રાજુભા જાડેજા,જયંતી મહેશ્વરી, જીવરાજ વી.ગઢવી સહિતનો સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો.