Home Crime ગળપાદર નજીક કાકાએ ભત્રીજાની છરી મારી હત્યા કરી !

ગળપાદર નજીક કાકાએ ભત્રીજાની છરી મારી હત્યા કરી !

4767
SHARE
ગળપાદર નજીક છરી વડે ઇજાગ્રસ્ત ભત્રીજાનુ મોત ગાંધીધામ એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હત્યાના આક્ષેપીત કાકા પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ મકાનની કોઇ બાબત હત્યા પાછળ કારણભુત
ગાંધીધામના ગળપાદર નજીક હત્યાના એક બનાવે ભારે ચકચાર સર્જી છે. ગામની નજીક આવેલી એક હોટલ પાસે સર્જાયેલા આ ખુની ખેલમાં પ્રાથમીક વિગતો સામે આવી છે તે ચોંકવનારી છે. ગળપાદર ગામમાં જ રહેતો દિપક ખેંગાર લોખીલ તથા તેના કાકા કાનજી રાજા લોખલ વચ્ચે કોઇને બાબતને લઇને ચાલી આવતા મનદુખમાં શુક્રવારે બન્ને વચ્ચે ઝધડો થયો હતો જેમાં કાકા કાનજીભાઇએ છરી વડે ઇજા પહોંચાડતા દિપકનુ મોત થઇ ગયુ છે. બનાવની જાણ થતા પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી જો કે અંતિમવીધી બાદ પરિવારના સભ્યો ફરીયાદ કરશે ત્યારે વધુ વિગતો સ્પષ્ટ થશે પરંતુ પોલીસે આપેલી પ્રાથમીક વિગત મુજબ જેની હત્યા થઇ તે તથા તેના કાકા આસપાસ જ રહે છે. તેમનુ કોઇ મકાન ખાલી કરાવવા બાબતે ચાલતા મનદુખમાં આ ધટના બની હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે જેમાં છરી વડે હુમલો થતા દિપકનુ મોત થયુ છે જ્યારે હુમલો કરનાર કાનજી પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. પરિવારની વિગતે ફરીયાદ બાદ પોલીસ દ્રારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે
કચ્છમાં હત્યા સહિતના ગંભીર ગુન્હાઓ વધ્યા છે. તાજેતરમાંજ સામે આવેલા હત્યાના આંકડા ચોંકવનારા છે. તેવામાં ગઇકાલે ભુજમાં બનેલી એક ધટનામાં પણ ઇજા પામાનાર યુવાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો ત્યા હવે પુર્વ કચ્છમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ હતી.