અકસ્માતમાં બે વ્યક્તિના મોત બાદ બેફામ દોડતા ટ્રક ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવાના બદલે લોકોએ કાયદો હાથમાં લઇ સફેદ એલઇડી લાઇટો વાહનો ઉભી રાખી તોડી નાંખયાના મામલે અંતે ખાવડા પોલીસે તપાસ શરૂ કરી છે.
કચ્છમાં પોલીસની નીતીઓને કારણે જાણે કાયદો વ્યવસ્થા જેવુ કાઇ હોય જ નહી તે રીતના બનાવો સતત સામે આવી રહ્યા છે તે વચ્ચે સોસીયલ મિડીયામાં ગઇકાલથી એક વિડીયોએ ભારે ઉતેજના સર્જી છે. વિડીયો લુડીયા ત્રણ રસ્તાનો છે જ્યા બે દિવસ પહેલા અકસ્માતમાં એક યુવાનના મોત બાદ સ્થાનીક લોકોએ વિફરી ત્યાથી પસાર થતા વાહનોમાં તોડફોડ કરી હતી જે બાદ પ્રવાસન હબ સમાન વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.બનાવની પ્રાથમીક જે વિગતો સામે આવી છે તે મુજબ ખાવડા નજીક અકસ્માતના ઉપરા ઉપરી બે બનાવો બન્યા બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ ભારે વાહનોમાં લાગેલી સફેદ એલઇડી લાઈટો તોડતા મોડી રાત્રે માહોલ તંગ બન્યો હતો.સુત્રોએ જણાવ્યુ હતુ કે બનાવ ગુરુવારે રાત્રે ખાવડાના લુડીયા ત્રણ રસ્તા પાસે બન્યો હતો જ્યા વાહનોને ઊભા રખાવી ધોકા અને પાઇપો જેવા હથિયારો સાથે અજાણ્યા સ્થાનીક લોકો લાઈટો તોડતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેની પાછળ કારણ તાજેતરમાંજ આ વિસ્તારમાં સર્જાયેલા બે અકસ્માતો છે. માતેલા સાંઢની જેમ નમક સહિતના ભારે વાહનોની સમસ્યા ચોક્કસ આ વિસ્તારમાં છે પરંતુ કાયદો હાથમાં લઇ ભયનો માહોલ સર્જતા આ દ્રશ્યો કાયદો વ્યવસ્થાની સ્થિતી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. ભારે વાહનોમાં આંખો આંજે તેવી એલઇડી લાઈટો સાથે આ વિસ્તારમાંથી વાહનો બેફામ દોડે છે તે વાસ્તવીકતા છે પરંતુ પોલીસને ફરીયાદ કરવાને બદલે વાહનોમાં ટોળુ કરી આ રીતે હુમલાની ધટના સરહદી વિસ્તાર માટે ગંભીર છે. જો કે ગઇકાલે વિડીયો વાયરલ થયા બાદ હજુ સુધી આ મામલે કોઇ કાર્યવાહી થઇ ન હતી પરંતુ જે વિસ્તારમાં આ બનાવ બન્યો તે ખાવડા વિસ્તારના થાણા અધિકારી ચાવડાનો સંપર્ક કરાતા તેઓએ રજા પરથી આજેજ આવ્યા હોવાનુ જણાવી સમગ્ર મામલો તેના ધ્યાને આવ્યો છે. અને આ મામલે તપાસ આરંભી દેવાઇ હોવાનુ જણાવી જે પણ લોકો આ કિસ્સામા સામેલ હશે તેની સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યુ હતુ.
કચ્છમાં ઓવરલોડ અને બેફામ દોડતા વાહનોની સમસ્યાથી લોકોને મુશ્કેલી પડે છે તે વાસ્તવીકતા છે. પરંતુ આ રીતે કાયદો હાથમાં લઇ તોડફોડ પણ યોગ્ય નથી તેવામાં લોકોની પીડા સમજી પોલીસ કાયદેસર કાર્યવાહી કરી લોકોની પીડા દુર કરે તે જરૂરી છે.
https://www.instagram.com/reel/DC8c-6eORrj/?igsh=YXFzOWl2Mmo4aWNr