Home Crime અંતે…ભુજનો કુખ્યાત ઠગાઇનો ‘સિંકદર’ સાગરીત સાથે ઝડપાયો !

અંતે…ભુજનો કુખ્યાત ઠગાઇનો ‘સિંકદર’ સાગરીત સાથે ઝડપાયો !

3759
SHARE
અગાઉ અનેક ઠગાઇના ગુન્હામાં આવી ગયેલા સિંકદર સામે ભુજ એ ડીવીઝન મથકે નોંધાયેલા તાજેતરના ગુન્હામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિંકદર સહિત ગુન્હામાં સામેલ સિધીક ફકીરની પણ ધરપકડ કરી સસ્તા સોનાના નામે થતી અવારનવારની ઠગાઇથી પોલીસ સામે સવાલો ઉઠ્યા હતા.
કચ્છમાં સસ્તા સોનાના નામે લોકોને ઠગાઇની જાળમાં ફસાવવા માટે કચ્છની કેટલીક ટોળકી અને તેના સભ્યો કુખ્યાત છે. આવોજ એક શખ્સ એટલે ભુજનો સિંકદર ઉર્ફે સિકલો જુસબ સોઢા રહે.તૈયબા ટાઉનશીપ,ભુજ જે અવારનવાર પોતાના ઠગાઇના કારસ્તાનથી શીશામાં ઉતારી લાખો રૂપીયાની ઠગાઇનો અંજામ આપતો જો કે તાજેતરમાંજ સુરતના વેપારી સાથે થયેલી ઠગાઇ બાદ પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા બાદ હવે પોલીસે પણ પોતાના પરચો આપી તેને ઝડપી પાડ્યો છે. સિંકદર સામે અગાઉ ભુજ પોલીસ મથકે ઠગાઇના અનેક ગુન્હા નોંધાઇ ચુક્યા છે. તાજેતરના બનાવની વાત કરીએ તો સુરતના એક જ્વેલર્સ પેઢીના વેપારી રમેશ પ્રજાપતી તથા તેની સાથેના તેના અન્ય વ્યક્તિઓને ભુજ બોલાવી તૈયબા ટાઉનશીપમાં બેઠક કર્યા બાદ 31.60 લાખ રૂપીયા લઇ ફરાર થઇ ગયા હતા ભોગ બનનાર ઠગાઇનો ભોગ બન્યા હોવાનુ ધ્યાને આવતા સિંકદર તથા અન્ય સાગરીતો સામે ભુજ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જે મામલે પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિંકદર જુસબ સોઢા તથા સિધિક સાલેમામદ ફકિરને ભુજના ખારીનદી નજીકથી ચાયની હોટલ નજીકથી ઝડપી પાડ્યા હતો બન્ને આરોપીએ કબુલાત સાથે સિંકદર ઉર્ફે સિકલો જુસબ સોઢાની વધુ પુછપરછ કરતા મજકુર ઇસમ જણાવેલ કે તેના વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન તથા આહવા પોલીસ સ્ટેશન(ડાંગ)માં પણ ચિટીંગના દાખલ થયેલ ગુન્હા નાસતો ફરતો હોવાની કબુલાત આપી છે.જો કે વેપારી પાસેથી જે રૂપીયા લઇ ફરાર થયા હતા તે કબ્જે કરવાનો ઉલ્લેખ પોલીસ યાદીમાં નથી.
ઠગાઇના સિંકદર સામે અનેક ફરીયાદ
ઝડપાયેલા બે આરોપી પૈકી સિધીક સામે તાજેતરમાં નોંધાયેલા ભુજ એ ડીવીઝન પોલીસ મથકના ઠગાઇના ગુન્હામાં તે ફરાર હતો પરંતુ સિંકદર માનકુવા તથા ડાંગ સહિતના ગુન્હામાં ફરાર હોવા સાથે અગાઉ પણ અનેકવાર પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. સસ્તા સોનાના નામે ઠગાઇ માટે કુખ્યાત સિંકદર સામે અગાઉ પણ ભુજ એ ડીવીઝન પોલીસ મથકે બે વર્ષમાં પાંચ જેટલા ગુન્હા નોધાઇ ચુક્યા છે. જો કે અગાઉ તેની સામે નોંધાયેલા ગુન્હા બાદ તેની સામે થયેલી પોલીસ કાર્યવાહી હમેંશા ચર્ચામાં રહી છે. જો કે પોલીસ કાર્યવાહીથી મુક્ત થયા બાદ ફરી તે નવા શિકારને ગોતી સસ્તા સોનાના નામે ઠગાઇ કરવા લાગી જાય છે.
તાજેતરમાંજ કુખ્યાત શખ્સે સુરતના વેપારીને બોલાવી ઠગાઇનો કારસો રચવાનો મામલો ભારે ચર્ચામાં આવ્યો હતો. અને પોલીસના કેટલાક ભષ્ટ્ર કર્મીઓ સામે સવાલો ઉઠ્યા હતા. તે વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંતે તેને ઝડપી લીધા છે. જો કે હવે ચીટીંગના સિંકદર સામે કાયદાની સિંકદર પોલીસ કેવી કડક કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યુ…..