માહિતી મળતા તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો મૂળ મધ્યપ્રદેશનો આરોપી અરુણ જોશી ગાંધીધામમાં શાકભાજીની લારી ચલાવે છે. પૈસાની ઉધરાણીનુ કારણ જણાવ્યુ…
તાજેતરમા દેશભરમાં મળી રહેલી ધમકીઓને કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે તે વચ્ચે કુંભમેળામાં અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળતા કેટલાક સંદેશાઓ વહેતા થયા હતા જે બાદ ગુજરાતની વિવિધ એજન્સીઓ સતર્ક બની હતી જે બાદ એક આરોપી પોલીસની ગીરફ્તમાં આવ્યો છે. આ શખ્સે કુંભમેળા ઉપરાંત અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટમાં બ્લાસ્ટ કરવાની પણ ધમકી આપી હતી.આરોપી અરુણ જોશી મૂળ મધ્યપ્રદેશનો છે અને ગાંધીધામમાં શાકભાજીની લારી ચલાવે છે.આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ-351(2)(3)(4), 353(2) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.અમદાવાદ આર.પી.એફ.ના સરકારી મોબાઇલ નંબરના વ્હોટ્સએપમાં 1 ફેબ્રુઆરી 2025ના સવારે 8:15 વાગ્યે એક નંબર પરથી અંગ્રેજીમાં વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો જેમાં પ્રયાગરાજમાં ચાલી રહેલ કુંભમેળામાં, અમદાવાદ રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.જે અંતર્ગત અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે 1 ફેબ્રુઆરી 2025 ના 12:20 વાગ્યે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.અમદાવાદ આ.પી. એફ કર્મચારીને આવેલ મેસેજમાં વિવિધ લખાણ સાથે ધમકી અપાઇ હતી જે પોસ્ટ બાદ ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સથી તપાસ કરતાં વ્હોટ્સએપ મેસેજ કરનારને ઝડપીને તેની અટક કરવામાં આવી છે.આરોપીની ધમકીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત રાજ્ય રેલવેઝના ઇન્ચાર્જ પોલીસ મહાનિર્દેશક પરિક્ષિતા રાઠોડ, પશ્ચિમ રેલ્વેના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવાના સતત માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે એલ.સી.બી.,ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની ટીમ બનાવી ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સથી તપાસ કરતાં વ્હોટ્સએપ મેસેજ કરનારને ઝડપીને તેની અટક કરવામાં આવ્યો છે. તેની પ્રાથમીક તપાસમાં ઉઘરાણી કરવા છતાં પૈસા મળતા ન હોવાથી તેને હેરાન કરવાના ઇરાદાથી વ્હોટ્સએપ મેસેજ કર્યો હોવાની કબુલાત આપી છે. આરોપીએ જે સીમ નંબરથી મેસેજ કરેલ તે વ્યક્તિ પાસેથી પૈસા લેવાના બાકી હોવાથી,ઉઘરાણી કરવા છતાં પૈસા આપતો ન હોવાથી તેને હેરાન કરવાના ઇરાદાથી વ્હોટ્સએપ મેસેજ કરેલ હોવાનું સામે આવ્યુ છે. તેમ છતાં ગુનાના મુળ સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આરોપીની ઓળખ મૂળ મધ્યપ્રદેશના 32 વર્ષીય અરૂણકુમાર દિનેશચંન્દ્ર જોષી તરીકે થઈ છે જે હાલમાં તે ગાંધીધામમાં શાકભાજીની લારી તથા કરીયાણાની દુકાન ચલાવીને ધંધો કરી રહ્યો છે.જો કે હવે તેની તપાસમાં શુ સામે આવે છે તે જોવુ રહ્યુ…મેસેજમાં “અલ્લાહુ અકબર”, “પાકિસ્તાન ઝિંદાબાદ” અને “કાફીરો કો હમ જહાનુંમ ભેજેંગે” જેવા મેસેજ સામેલ હતા.