કચ્છમાં અકસ્માતના પ્રમાણમાં વધારો થયો છે તેવામાં રવિવારે રાત્રે મુન્દ્રામાં અજાણ્યા વાહન હડફેટે આશાસ્પદ બે યુવકોના મૃત્યુથી અરેરાટી ફેલાઈ છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
કચ્છમાં બેફામ દોડતા ભારે વાહનોના કારણે જીવલેણ માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારાના મામલા ઓ હાલ ચર્ચામાં છે. તાજેતરમાંજ મુન્દ્રા રોડ પર સર્જાયેલ બસના ગમખ્વાર અકસ્માતની સાહી હજુ સુકાઈ નથી બે દિવસ પહેલા આદિપુરમાં બાઇક ચાલક વિદ્યાર્થીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ થયું હોવાની ઘટના પણ હજી તાજી છે, ત્યાં રવિવારે મુન્દ્રામાં બે યુવકો અજાણ્યા વાહન તળે આવી જતા મોતને ભેટ્યા છે. આશાસ્પદ યુવકોના અપમૃત્યુના સમાચારથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.બનાવ અંગે મુન્દ્રા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રવિવારે રાત્રના ૧૨ વાગ્યાના અરસામાં મુન્દ્રાના પોર્ટ રાસાસા પીર સર્કલ તરફના માર્ગે મીઠાની પુલિયા પાસે લાખાપર ગામના બાઇક સવાર ૨૩ વર્ષીય સુરેશ કોલી અને વિશાલ કોલી ૨૩ ને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ તેમના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. બન્નેના મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં પોસ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ફરિયાદી દિનેશ હરજી કોલીએ જણાવ્યું હતું કે હોટલ પર જમવા ગયા તે સમયે આ બનાવ બન્યો હતો મૃત સુરેશનાં ઘરે થોડા દિવસ પહેલાજ પુત્રનો જન્મ થયો હતો ચેન્નાઈના કોચીમાં ક્રેન ઓપરેટરનું કામ કરતો ભાઈ વતન આવ્યો હતો.રવિવારે રાત્રે ત્રણ મિત્રો હોટેલમાં જમવા જવાના હતા જો કે તે પહેલા ૨ મિત્રો ને કાળ આંબી ગયો હતો ઘટનાસ્થળે અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા પોલીસે અજાણ્યા વાહન ચાલક ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે બનાવ ને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. કચ્છમાં અકસ્માત ની વણઝાર સર્જાઈ રહી છે. ત્યારે વધુ લોકો મોત ને ભેટે તે પહેલા પોલીસ સહિતના વિભાગો આવા બેફામ દોડતા વાહનો પર લગામ લગાવે તે જરૂરી બન્યું છે. કચ્છમાં પાછલા થોડા દિવસોમાં અનેક લોકો એ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.