Home Crime છેડતી અને હત્યા કેસમાં ભુજ-ગાંધીધામ કોર્ટના ધાક બેસાડતા ચુકાદા

છેડતી અને હત્યા કેસમાં ભુજ-ગાંધીધામ કોર્ટના ધાક બેસાડતા ચુકાદા

903
SHARE
મુન્દ્રાના ઝરપરા ગામે વર્ષ 2014 મા એક સગીરાની છેડતી કરવાના મામલે ભુજ કોર્ટે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ આરોપી રતન લધુ કાનાણી (ગઢવી) ને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની કેદ અને 44.000 નો દંડ ફટકાર્યો છે 26-08-2014 ના બનેલા આ બનાવમાં સગીરાને રસ્તા પર રોકીને  રતન ગઢવીએ છેડતી કરી હતી આ મામલે તેના વિરૂધ્ધ પોક્સો સહિતની કલમ તળે ફરીયાદ નોંધાઇ હતી આજે 9મા અધિક ડિસ્ટ્રીક્ટ જજ ચિરાયુ સનતકુમાર અધ્યારૂની કોર્ટમા આ કેસ ચાલી જતા કોર્ટે આરોપીને વિવિધ કલમો તળે કસુરવાર ઠેરવી સજા ફટકારી હતી.સગીરાની છેડતી બાદ તેની માનસિક સ્થિતિને કોર્ટે ધ્યાને રાખી હોવાનું જિલ્લા  સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું  દલીલ ને ગ્રાહ્ય રાખીને  કોર્ટે આ બાબતને પુરાવારુપે જોઇ સગીરા ફરીયાદ પછી પણ યોગ્ય રીતે જીવન જીવી શકી નથી એ ધ્યાને રાખી આજનો ચુકાદો આપ્યો હતો

ગાંધીધામના બે વર્ષ જુના હત્યા કેસમાં આજીવન કેદની સજા

એક તરફ ભુજની કોર્ટે છેડતીના કેસમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે તો બીજી તરફ ગાંધીધામ કોર્ટે 2016 માં થયેલી એક હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા સાથે 15,000નો દંડ ફટકાર્યો છે. 30 જુલાઇ 2016ના એક ઘરેલુ ઝઘડામાં વચ્ચે પડેલા રાકેશ મંગાભાઇ દેવીપુજકને આરોપી સુરેશ જેણા દેવીપુજકે તેનુ મનદુખ રાખી તેની હત્યા કરી નાંખી હતી. જે બાબતે આજે ગાંધીધામનના એડીશનલ સેસન્સ જજ વિરાટ બુધ્ધાની કોર્ટે  આરોપીને કલમ 302 અને 306માં કસુરવાર ઠેરવી  આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે ચુકાદા દરમીયાન 20 દસ્તાવેજી પુરાવા અને 15 સાક્ષીઓને ચકાસ્યા હતા. જેના અંતે સરકારી વકિલ હિતેષી ગઢવીની દલિલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આ સજા ફટકારી હતી.