Home Current એવુ તે શુ થયુ કે નલિયાથી ઉડેલા એરફોર્સના હેલીકોપ્ટરને ખેતરમા લેન્ડીંગ...

એવુ તે શુ થયુ કે નલિયાથી ઉડેલા એરફોર્સના હેલીકોપ્ટરને ખેતરમા લેન્ડીંગ કરવુ પડ્યુ

2929
SHARE
સરહદી કચ્છ જિલ્લામાં અવારનવાર સુરક્ષા દળો દ્વારા સુરક્ષાને લગતી કવાયત કરવામા આવે છે. ત્યારે શુક્રવારે જ્યારે એક હેલીકોપ્ટર ઉડતુ ઉડતુ માતાનામઢ પાસે આવેલા ખેતરમાં લેન્ડીંગ કરવાનો પ્રયાસ કરી રહ્યુ હતુ. ત્યારે અહીના લોકોને  એમ લાગ્યુ કે કદાચ આ ડિફેન્સની કોઇ એક્સરસાઇઝ હશે. પરંતુ ખરેખર આવુ કઇ હતુ નહી. બન્યુ એવુ કે  નલિયા એરબેઝથી ભારતીય વાયુદળના એક હેલીકોપ્ટરે ઉડાન ભરી અને  એકાએક કોઇ ટેકનીકલ ખામી સર્જાઇ હોવાનુ પાયલોટના ધ્યાને આવતા તેણે સમયસુચકતા વાપરીને માતાનામઢ નજીક આવેલા એક ખેતરમાં ચોપરને ઇમરજન્સી લેન્ડીંગ કરાવ્યું હતું .
ઇમરજન્સી લેન્ડીંગનો ત્વરીત નિર્ણય કર્યા પછી હેલીકોપ્ટરના પાયલોટે એર ટ્રાફીક કન્ટ્રોલ અને નલિયા એરફોર્સ સ્ટેશનનો તાત્કાલીક સંપર્ક કર્યો હતો. અને તેની સાથે બનેલી ઘટના અંગે જાણ કરી હતી. જેને પગલે નલિયા એરબેઝથી તાત્કાલીક એક હેલીકોપ્ટરને રવાના કરવામા આવ્યુ હતુ. ગણતરીની મીનીટોમાં એક પછી એક બે હેલીકોપ્ટરને ખેતરમાં ઉતરતા જોઇને અહીના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. અને આ વાત જોતજોતામાં આસપાસના વિસ્તારમાં ફેલાઇ જતા લોકો કુતુહલવશ ચોપરને જોવા ઉમટી પડ્યા હતા. હેલીકોપ્ટરના ઇમરજન્સી લેન્ડીંગ દરમ્યાન સદ્દનશીબે કોઇ જાનહાની કે  નુકશાન થયુ ન હતુ.
નલિયા એરફોર્સ સ્ટેશનથી બીજા હેલીકોપ્ટરમા આવેલા એરફોર્સના ટેકનીકલ નિષ્ણાતોએ ખામીયુક્ત હેલીકોપ્ટરની મરામંત કરી દેતા થોડીજ મીનીટોમાં ફરીથી બને ચોપર સફળતા પુર્વક ઉડાન કરીને ત્યાથી નિકળી ગયા હતા. દરમીયાન સોસીયલ મીડીયામાં આ ચોપર ઉતરાણનો વિડિઓ વાયરલ થયો હતો. જેમાં અચાનક બે હેલીકોપ્ટરના ઉતરાણથી વાડીમા કામ કરી રહેલા લોકો અંચબીત થઇને હેલીકોપ્ટરને નિહાળી રહેલા લોકો નજરે પડ્યા હતા.