Home Crime ખાનાયમાંથી દારૂ ઝડપાયો : ગાંધીધામ કોર્ટે આપ્યો ચુકાદો : ગાંધીધામમાં જુગાર પર...

ખાનાયમાંથી દારૂ ઝડપાયો : ગાંધીધામ કોર્ટે આપ્યો ચુકાદો : ગાંધીધામમાં જુગાર પર દરોડો

636
SHARE

ખાનાયમાંથી પોલિસે ઝડપ્યો દારૂનો જથ્થો આરોપી ફરાર 

પશ્ર્ચિમ કચ્છના અબડાસાના ખાનાય ગામે સીમમાં છુપાવાયેલ દારૂનો જથ્થો પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ગુરૂવારે મોડી રાત્રે આ દરોડો પડાયો હતો. જેમા સોઢા કેમ્પની પાછળ નદીના પટમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. અલગઅલગ બ્રાન્ડની 1.75 લાખન કિમંતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે માલ મંગાવનાર રાસુભા તગજી સોઢા અને જીતુભા મંગલસિંહ સોઢા દરોડા દરમીયાન નાસી ગયા હતા નલિયા પોલિસને આ મામલે વધુ તપાસ સોંપાઇ છે.

ગાંધીધામ કોર્ટે આપ્યો હત્યાના કેસમાં ચુકાદો

ગાંધીધામ કોર્ટે સતત ત્રીજા દિવસે ગાંધીધામમા થયેલી એક હત્યાના કેસમાં ચુકાદો આપ્યો હતો 25 જુલાઇ 2016ના દિવસે કાર્ગો વિસ્તારમા ચોરીના ઇરાદે આવેલા મનસુખ ખીમા ધેડાએ  ભુરાભા હિરાભાઇ માલીવાડની હત્યા કરી હતી જે મામલો આજે ગાંધીધામ કોર્ટમાં ચાલી જતા અધિક સેસન્સ જજ વિરાટ.એ.બુધ્ધાએ આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા અને 11,000નો દંડ ફટકાર્યો હતો. આમ ત્રણ દિવસમા ગાંધીધામ કોર્ટે ત્રણ કેસની સુનવણી બાદ તેમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.

ગાંધીધામના સુંદરપુરીમા જુગાર રમતા પાંચ પકડાયા 

ગાંધીધામ એ ડીવીઝન પોલિસે આજે પેટ્રોલીંગ દરમીયાન સુંદરપુરી વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા ત્યારે હકિકત મળેલ કે જાહેરમાં કેટલાક સ્ત્રી-પુરૂષ જુગાર રમી રહ્યા છે. અને ત્યા રેડ કરતા ધર્મા લક્ષ્મણ ઠાકોર,જીવન મંગળા સોલંકી,ઓસમાણ હુસૈનસા શેખ,રહીમ રાયમા, અને રૂસતમ રાયમાંને 14,400ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

દલિત વિરોધ્ધને પગલે સામખીયાળી પોલિસ છાવણીમાં ફેરવાયુ

આવતીકાલે કચ્છના સામખીયાળી હાઇવે પર જીજ્ઞેસ મેવાણીની આગેવાનીમા ચક્કાજામ કરવાનો કાર્યક્રમ છે. તેને લઇને પોલિસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. 3 એસ.પી 4 ડી.વાય.એસ.પી 10 પી.આઇ,30 પી.એસ.આઇ સહિત 3 એસ.આર.પી બટાલીયન સહિત 1200થી વધુ પોલિસ જવાનો અધિકારીઓને બંદોબસ્ત ફાળવ્યો છે. જેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને આવતીકાલે આ યોજાનાર કાર્યક્રમને પગલે અત્યારથીજ પોલિસના ધાડા સામખીયાળી હાઇવે પર ઉતારી દેવામાં આવ્યા છે.

અબડાસાના રામપર અબડામા વિજશોક લાગતા મોત

અબડાસાના રામપર-અબડા નજીક આજે બ્લકર ટ્રક પર ચડી ઠાંકણુ બંધ કરવા સમયે વિજશોક લાગતા એક યુવાનનુ મોત થયુ છે. હાસમ રમજાન સુમરા ઉં-19 રહે રામપર અબડા 3 વાગ્યની આસપાસ આરબ ભટ્ટીની કેબીન પાસે બલ્કર ઉપર ઠાકણુ બંધ કરવા જતા વીજશોક લાગતા તેનુ મોત થયુ છે.