Home Current જીજ્ઞેશ મેવાણીના વિરોધ્ધનો કાર્યક્રમ ઉજવણીમા ફેરવાયો : તંત્રને હાશકારો

જીજ્ઞેશ મેવાણીના વિરોધ્ધનો કાર્યક્રમ ઉજવણીમા ફેરવાયો : તંત્રને હાશકારો

1030
SHARE
કચ્છમા દલિતોના હક્કની જમીન પર કબ્જો અને મળવા પાત્ર જમીન સરકાર દ્વારા ન અપાતા દલિત નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સામખી યાળી હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ કરવાનુ એલાન આપ્યું હતુ જેને પગલે વહિવટી તંત્ર અને પોલિસ પણ એક્શનમા હતી અને 1200 પોલિસ જવાનનો કાફલો ખડકી દેવાયો હતો જો કે વહીવટી તંત્ર તરફથી તેની માંગણીને લઇને યોગ્ય કરવાની ખાતરી મળતા હવે ચક્કાજામનો કાર્યક્રમ રદ્દ કરાયો છે અને હવે વિરોધના કાર્યક્રમના બદલે રાપરના મોળા ગામે જમીન મેળવનાર દલિતો સાથે તેની ખુશીમા ભાગ લઇ જીજ્ઞેશ બાબા સાહેબની જન્મ જ્યંતીની ઉજવણી કરશે આમ તંત્ર અને દલિત આગેવાન અને જીજ્ઞેશ વચ્ચેની મંત્રણા સફળ રહી હતી  ગઇકાલે જ વહીવટી તંત્રએ જાહેર કર્યુ હતુ કે કચ્છમા દલિતોને જમીન ફાળવાઇ છે અને હજુ પણ જમીનના પ્રશ્ર્નો ઉકેલાશે ત્યારે આજે તંત્રએ તેમની માંગણીને ધ્યાને લઇ કાર્યવાહીની ખાતરી આપતા હવે જીજ્ઞેશ મેવાણી જમીન મેળવનાર દલિત પરિવાર અને દલિત સમાજના લોકો સાથે જમીન ફાળવણીની ખુશીમા સામેલ થશે જે રાપરના મોળા ગામે આયોજીત છે પોતાની પ્રતિક્રિયા આપતા મેવાણીએ બાબા સાહેબની જન્મ જયંતીની ઉજવણી આનાથી વિશેષ ન હોય તેમ જણાવી સરકારના અભિગમની પ્રંસશા કરી હોવાનું કન્વીનર નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું