ભચાઉના શિકરા નજીક આજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા 10 લોકોના મોત થયા છે અને 10 ઘાયલ થયા છે શિકરા ગામના નાનજી શવજી અનાવડીયા નો પરિવાર લગ્નના માંડવા સાથે ટ્રેક્ટરની ટ્રોલીમાં વીજપાસર જઈ રહ્યો હતો ત્યારે શિકરા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ખાનગી લકઝરી બસ અને ટ્રેકટર વચ્ચે થયેલી ટક્કરમાં ટ્રેકટર મા સવાર 9 લોકોના મોત થયા હતા જેમા એક બાળકનો પણ સમાવેશ છે આ દુર્ઘટનામાં 11 લોકો ઘવાયા હતા જેમાં સારવાર દરમ્યાન એક મોત થયું હતું મૃતકોમાં 7 મહિલા 1 બાળક સહિત 10 લોકો કાળનો કોળિયો બની ગયા હતા આ બનાવને પગલે આસપાસના ગ્રામજનો સહિત 108 અને પોલીસ ઘટના સ્થળે ધસી જઇને ઘાયલોને તાત્કાલિક સારવારની પ્રક્રિયા હાથ ધરી હતી
અકસ્માતનો ભોગ બનેલા મૃતકોના નામ
(1) કકુંબેન ભીમાભાઇ અનાવડીયા (60) શિકરા
(2) પમીબેન નરસિંહભાઇ અનાવડીયા (55) શિકરા
(3) જિજ્ઞાબેન ઈશ્વરભાઈ ભુટક (25) વીજપાસર
(4) દયાબેન મુળજીભાઈ અનાવડીયા (35) શિકરા
(5) માનાબેન રતાભાઈ અનાવડીયા (50) શિકરા
(6) નિશાબેન પેથાભાઈ અનાવડીયા (17) શિકરા
(7) રામાબેન માદેવા અનાવડીયા (60) શિકરા
(8) કિશોર મુળજીભાઈ અનાવડીયા (10) શિકરા
(9) વિશાલ રમેશભાઈ અનાવડીયા (20) શિકરા
(10) નાનજી હિરા અનાવડીયા (70) શિકરા
ઘાયલોની યાદી
(1) હંસાબેન અરવિંદ પટેલ (ઉ.વ.25) (2) શાંતાબેન પટેલ (ઉ.વ.40) (3) નીતાબેન સતીષ ચામરીયા (ઉ.વ.30) (4) હેતલબેન પેથાભાઈ પટેલ (ઉ.વ. 15) (5) રમેશ ધનજી સથવારા (ઉ.વ.42) (6) રમીલાબેન રતનશી પટેલ (ઉ.વ.36) (7) વિવાન સતીષ ચામરીયા (ઉ.વ.12) (8) આર્યન અરવિંદ પટેલ (ઉ.વ.10) (9) ક્રિસ રમેશ પટેલ (ઉ.વ.5) (10) ખીમાભાઈ નાનજી અનાવાડીયા