Home Current લખપત તાલુકાની 106 શાળાઓના છાત્રોને વિનામૂલ્યે ગણવેશ વિતરણ કરાયા

લખપત તાલુકાની 106 શાળાઓના છાત્રોને વિનામૂલ્યે ગણવેશ વિતરણ કરાયા

2654
SHARE
ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ બોર્ડ અમદાવાદ દ્વારા લખપત તાલુકાની પ્રાથમિક શાળાઓમાં  અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના 8758 જેટલા વિદ્યાર્થીઓને કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાના  હસ્તે ખાદીના ગણવેશનું વિતરણ કરાયું હતું  દયાપર ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ મધ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા  પંચાયતના શિક્ષણ સમિતિના ચેર પર્સન છાયાબેન ગઢવી, જિલ્લા ભાજપ અધ્યક્ષ  કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં લખપત તાલુકાની 106 જેટલી શાળાઓના છાત્રોને  વિદ્યાર્થી દીઠ બે ગણવેશ એમ કુલ્લ મળીને 17536 ગણવેશનું વિનામૂલ્યે વિતરણ  કરાયું હતું રૂપિયા 142.90 લાખના ખર્ચે તૈયાર થયેલા આ પોલીવસ્ત્રોના વિતરણ પ્રંસગે રાજ્ય ખાદીગ્રામોદ્યોગના અધ્યક્ષ કુશળસિંહ પઢેરિયા,અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા,ભાજપ અગ્રણી મોમાયાભા ગઢવી  શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.