કચ્છ અને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષની સંડોવણી વાળા ખંડણી અને બ્લેકમીલીંગ ના કિસ્સામાં ફરીયાદ બાદ અંતે મનીષાની શોધખોળ માટે પોલિસ આજે કચ્છ આવી હતી અને વિવિધ સ્થળોએ તેની શોધખોળ કરી હતી જો કે અત્યાર સુધી પોલિસના હાથે મનિષા લાગી નથી અને વાપી પછી હવે પોલિસે તેના મુળ વતન કચ્છમાં પણ તપાસની શરૂઆત કરી છે
શુ કર્યુ પોલિસે આજે કચ્છમાં?
અમદાવાદ નરોડાથી એક ખાસ ટીમ આજે કચ્છ આવી હતી જેની સાથે સ્થાનીક પોલિસ પણ જોડાઇ હતી જેમા પોલિસે નખત્રાણાના ધાવડા ગામે મનિષા ના માતા-પિતાની પુછપરછ કરી તેના નિવેદનો નોંધ્યા હતા તો ત્યાર બાદ એક ટીમે કચ્છ ભાજપના નેતા જેન્તી ભાઇ ભાનુશાળીના ભવાનીપર નજીક આવેલા ફાર્મ હાઉસની બાજુમાં આવેલ મનિષા ના તબેલા પર પણ પહોંચી હતી જ્યા મનિષા ના સાસુની પણ પોલિસે પુછપરછ કરી તેના નિવેદનો નોંધ્યા હતા તો વિવિધ એજન્સીઓ પણ અમદાવાદ પોલિસની મદદમા જોડાઇ હતી પરંતુ મનીષાનો પગેરૂ મેળવી શકી ન હતી
પોલિસની તપાસ દરમ્યાન ઉભેલા વ્યક્તિઓએ શંકા ઉભી કરી
એક તરફ પોલિસ મનીષાનુ પગેરૂ મેળવવા કચ્છ આવી હતી પરંતુ સમગ્ર તપાસ દરમ્યાન જેન્તીભાઈ ભાનુશાળી ના નજીકના લોકો તેની આસપાસ જોવા મળ્યા હતા તો જન્તીભાઇના ફાર્મહાઉસ નજીક આવેલ તબેલામાં પોલિસની સમગ્ર કાર્યવાહી દરમ્યાન જન્તીભાઇના ફાર્મહાઉસમાં કામ કરતા લોકો ત્યા હાજર રહ્યા હતા જેથી સવાલો ઉભા થયા હતા કે શુ મનીષાએ રાજકીય દબાણની આ મામલમા કરેલી ફરીયાદ શુ સાચી છે?