Home Current માસૂમ દિકરીઓ કરે ચિત્કાર : શું અમને સલામત રહેવાનો નથી અધિકાર?

માસૂમ દિકરીઓ કરે ચિત્કાર : શું અમને સલામત રહેવાનો નથી અધિકાર?

905
SHARE
“કચ્છ મિહિલાવિકાસ સંગઠન ” તેમજ “કચ્છ નવ નિર્માણ અભિયાન ”
સહિતની સ્વૈછિક સંસ્થાઓ અને સભ્ય સમાજના નાગિરકોએ દેશમાં સપાટી પર આવતા બળાત્કારના જધન્ય કિસ્સાઓમાં પીડિતાઓને ત્વરિત ન્યાય મળે એ માટે મોઢા પર કાળી પટ્ટી બાંધીને શાંતિ પૂર્વક વિરોધ દર્શાવવાનું આયોજન કરેલું છે તા.17 એપ્રિલ મંગળવારે સાંજે 6 થી 7 હમીરસર કાંઠે આયોજિત આ કર્યક્રમમાં જોડાવા સૌ નાગરિકોને સંસ્થા વતી અપીલ કરાઈ છે સંસ્થા દ્વારા અપાયેલી યાદી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઉન્નાવ, કથુઆ અને સુરતની બળાત્કારની
જઘન્ય ઘટનાઓ સપાટી પર આવી રહી છે જેનાથી આખા દેશના સભ્ય સમાજનાનાગરિકો આહત છે અને શર્મસાર છે. જે રીતે આરોપીને બચાવવાના વિવિધ સ્તરે પ્રયત્ન થઈ રહ્યા છે એ અત્યંત શરમજનક છે. આવી ઘટનાઓ છાસવારે દેશના દરેક ખુણામાં થતી રહે છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા મુજબ ૧૯૭૧ થી ૨૦૧૬ વચ્ચે ૪૫ વર્ષમાં દેશની ૬,૩૪,૧૨૩ દિકરીઓ સાથે આવું અપમાનજનક કૃત્ય આચરાયું છે. દેશમાં દર કલાકે ૪ બળાત્કારની ઘટના નોંધાય છે અને આ આંકડા દિવસોદિવસ વધી રહ્યા છે.
વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ દરમ્યાન માત્ર કચ્છમાં ૨૩૪ બળાત્કારની ઘટનાઓ નોંધાઇ છે. આવી શરમજનક ઘટનાઓનો વિરોધ અને પીડીતાને ત્વરિત ન્યાય મળે એ માટે કચ્છની સ્વૈચ્છિક સંસ્થાઓ અને સભ્ય નાગરિકો મોઢા પર કાળી પટ્ટી બાંધીને શાંતિપુર્વક વિરોધ દર્શાવવા જઇ રહ્યા છે. કોઇપણ ધર્મ, જાતિ કે રાજનીતિથી ઉપર
ઉઠીને આ ફોરમ નિષ્પક્ષ રીતે આવનારા સમયમાં આવી ઘટનાઓ રોકાય એ માટે નીચે મુજબની માંગ કરી રહ્યું છે.
– ૬ મહિનાના સમયગાળામાં પીડિતાને ન્યાય અને આરોપીને સજા થાય
– આવી ઘટનાઓ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની તાત્કાલિક વ્યવસ્થા
– પોલીસ તંત્ર તેમજ ન્યાયિક તંત્ર તટસ્થતાથી સમગ્ર ઘટનાની તપાસ કરે
– ન્યાયિક પ્રક્રિયામાં રાજકીય કે ધાર્મિક દખલગીરી પર રોક
– “નિર્ભયા ફંડ”નો પીડિતાઓ માટે ઉપયોગ થાય
– ગુમસુદા બાળકીઓ અને મહિલાઓ વિશે તાત્કાલીક ફરીયાદ લઇ કાર્યવાહી થાય
જો તમે પણ આ માંગ સાથે સહમત હો તો એક સભ્ય સમાજ ના નાગરિક તરીકે વિરોધ માં જોડાવ…..માત્ર ઉન્નાવ, કથુઆ કે સુરતની શરમજનક ઘટના નો વિરોધ કરવા માટે નહિ પરંતુ, આપણી પોતાની દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે..