ભુજમાંથી સટ્ટો રમાડતા બે ઝડપાયા
જેમ જેમ આઇ.પી.એલ રંગ જમાવી રહી છે. તેમતેમ ક્રિકેટના સટ્ટાબાજો પણ પડમાં આવી રહ્યા છે. ભુજ એ ડીવીઝન પોલિસે સટ્ટા પર સપાટો બોલાવ્યા બાદ હવે એલ.સી.બીએ પણ મોબાઇલ ફોન પર સટ્ટો રમતા બે શખ્સોને ભુજના સૌમયાનગરમાંથી ઝડપ્યા છે. હિરેન પ્રવિણલાલ ઠક્કર અને રજનીકાંત લાભશંકર ગોરની પોલિસે ધરપકડ કરી છે. પોલિસે તેના પાસેથી 57,700 નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. તો તેની સાથે રમતા અન્ય લોકોના નામ પણ ખુલ્યા છે. જેથી પોલિસે બી ડીવીઝન પોલિસને આગળની તપાસ સોંપી છે.
અંજારની ચોરીના ગુન્હામાં 3 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
ગાંધીધામ પેરોલ ફર્લો સ્કોડે અંજારમા થયેલી એક ચોરીના ગુન્હામાં ત્રણ વર્ષથી ફરાર એક શખ્સની મુન્દ્રા નજીકથી ધરપકડ કરી છે. આરોપી અરજણ ઉર્ફે અજીયો દેવજી વશરામ દેવીપુજક ચોરીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો જેને બાતમી આધારે આજે ગાંધીધામ પેરોલ ફર્લો સ્કોડે ઝડપ્યો હતો. જેને વધુ તપાસ માટે અંજાર પોલિસના હવાલે કરાયો છે.
ગાંધીધામમાં સગીરાની છેડતી કરનાર મેડીકલ સ્ટોર સંચાલક જેલ હવાલે
ગાંધીધામના ગણેશનગરમા ગઇકાલે એક સગીરાની છેડતી કરનાર મેડીકલ સ્ટોર સંચાલકની ગાંધીધામ બી-ડીવીઝન પોલિસે વીધીવત ધરપકડ કરી છે. મુકેશ દેવરીયાની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ગઇકાલે પોલિસે તેના વિરૂધ શગીરાની છેડતી બાબતે પોક્સો એક્ટ સહિતની કલમો તળે ગુન્હો નોંધ્યો હતો.
ગાંધીધામ જી.આઇ.ડી.સીમાં આગ લાગતા દોડધામ
ગાંધીધામ જી.આઇ.ડી.સીમાં મંગળવારે સાંજે એક મોટર શોરૂમમાં આગ લાગતા લાખો રૂપીયાનુ નુકશાન થયુ હતુ. સાથે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. શર્મા ઓટો મોબાઇલમાં આ આગ લાગી હતી. આગ લાગતા ત્રણ ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પરંતુ આગના પગલે લાખો રૂપીયાનુ નુકશાનીનો આંક સામે આવ્યો હતો.