કાળ ઝાળ ગરમી વચ્ચે અનિયમિત પાણી વિતરણની સમસ્યા અનુભવતા ભુજ વાસીઓની મુશ્કેલીમાં ફરી એક વધારો થયો છે અને એ છે દુષિત પાણી, ભુજના સંસ્કાર નગર વિસ્તારપાસેના કેટલાક મકાનોમાં પણ હવે પાલિકાની લાઈનમાં દુષિત પાણી ભળવાની સમસ્યા સામે આવી છે થોડાક દિવસ અગાઉ કૈલાસ નગર વિસ્તારમાં પણ ગટર મિશ્રિત પાણીની સમસ્યા સર્જાઈ હતી હવે સંસ્કાર નગર વિસ્તારમાં આ સમસ્યા સર્જાઈ છે આ સમસ્યાથી ત્રસ્ત રહેવાસીઓની રજુઆત પાલિકા સુધી પહોંચી તો છે પણ પાલિકાને રસ ન હોય તેમ કોઈજ પગલાં લેવાયા નથી એકાંતરે થતા પાણી વિતરણ વચ્ચે ગટર મિશ્રિત પાણી આવતાજ રહેવાસીઓએ રજુઆત કરી હતી…અરે એ વિસ્તારના નગરસેવકોને પણ જણાવ્યું હતું પરંતુ નગરસેવકોનો જવાબ જ ઘણું બધું કહી દે તેવો હતો…હા અમે રજુઆત તો કરી છે પણ ચેરમેને ધ્યાને નથી લીધું।…..છે ને સરસ જવાબ? જો સાશકોનું ધ્યાને ન લેવાય તો આમ પ્રજાની વાત જ ક્યાં રહી?
સાશક પક્ષનો ગઢ ગણાતા આ વિસ્તારના સાશકો સાથે ઘરોબો ધરાવતા નાગરિકો પણ પાલિકાની ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે તો અન્ય નાગરિકો કે વિસ્તારની શું હાલત હશે? અહીં પ્રશ્ન એ જ છે કે ફરિયાદનું નિરાકરણ યોગ્ય સમયે ન થઈ શકતું હોય તો જવાબદાર સાશકોએ પ્રજાને સમસ્યાના મૂળથી વાકેફ કરવા જોઈએ જોકે છેલ્લા ગણા સમયથી પાલિકાના વહીવટ સામે સવાલો અને આક્ષેપો થતા રહ્યા છે વિપક્ષની વાત ધ્યાને ન લઈએ તો પણ આમ પ્રજાનો અવાજ પણ
સુધરાઈ સાંભળતી નથી શહેરમાં થઈ રહેલા વિકાસ કામો હોય કે પ્રિમોન્સુન કામગીરી હોય આ બધી કાર્યવાહીઓ વચ્ચે નવું કરવા જતાં જૂનું બગડે છે અને લોકો હાલાકી ભોગવે છે સખત ગરમી વચ્ચે દુષિત અને ગટર મિશ્રિત પાણી એ લોકોના આરોગ્ય સાથે ચેડાં જ કહી શકાય પણ સુધરાઈને આ બાબત સામાન્ય લાગે છે અને એટલેજ તો કોઈ ઉપાય થતો નથી અને પ્રજા ત્રસ્ત છે
આ સમસ્યા અંગે જયારે પાલિકાના ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે તેમણે દુષિત પાણીની વાતને સ્વીકારી પરંતુ આખો વિસ્તાર નહીં પણ એક બે ઘરની સમસ્યા હોવાનું જણાવી સેનિટેશનની ટીમને મોકલવાની વાત કરી જોકે એમને આ સમસ્યા ગંભીર લાગી હોત તો નગરસેવકોની ફરિયાદ બાદ તરતજ ઉકેલ આવી જાત પણ કદાચ એમણે એવું મુનાસીબ માન્યું હશે કે એકાદ ઘરની સમસ્યા છે પોષ વિસ્તાર છે એટલે લોકો જાતે કામ કરાવી લેશે
છેલ્લા 15 દિવસથી ત્રસ્ત અહીંના બુદ્ધિજીવી રહેવાસીઓની ફરિયાદ પણ ન ઉકેલાતી હોય તો શહેરના અન્ય વિસ્તારોની શું હાલત હશે? અહીં કોઈ વિપક્ષની ભૂમિકા નથી સીધો પ્રજા અને સાશકો વચ્ચેનો સવાલ છે… સાશક પક્ષના મોવડીઓ સુધી આ લોક ફરિયાદ પહોંચે એવું ઇચ્છીએ।…બાકી તો સબકો સનમતિ દે ભગવાન