Home Current વેરો ન ભરવામાં કચ્છ ભાજપ-કોગ્રેસની ‘જુગલબંધી’ જાણો કોના કેટલા બાકી ?

વેરો ન ભરવામાં કચ્છ ભાજપ-કોગ્રેસની ‘જુગલબંધી’ જાણો કોના કેટલા બાકી ?

1530
SHARE
સામાન્ય કરદાત્તાના થોડા પૈસા પણ જો વેરા પેટે બાકી હોય તો પાલિકા ઢોલ વગાડી નોટીસો આપી કચેરીના વાર્ષીક આવકના ટાર્ગેટ પુરા કરતી હોય છે. પરંતુ અહી લોકોને સુફીયાણી સલાહ આપતી રાજકીય પાર્ટીઓજ વેરા ભરવામાં ઉદાસીન છે એમ કહી તો અતિશયોક્તિ નથી. કે ઘરની ધોરાજી ચલાવી રહ્યા છે. અને તેથીજ છેલ્લા કેટલાય વર્ષોથી કચ્છ ભાજપ અને કોગ્રેસ કાર્યાલયના વિવિધ ઉપકરના વેરા ભરાયા નથી. અને પાલિકા પણ ધુતરાષ્ટ્ર બની આ બધુ જોઇ રહી છે. પરંતુ નથી તેને નોટીસ આપતી કે નથી કડક વસુલાત માટેની કાર્યવાહી કરતી અને તેથીજ બન્ને કાર્યાલયના લાખો રૂપીયા લેણાના ચડી ગયા છે. જો કે પાલિકા રહી રહીને ઉઘરાણી માટેના દાવાઓ કરી રહી છે. પરંતુ પ્રશ્ન એ છે કે જે વર્ષોથી ન ભરાયા તે હવે કઇ રીતે ભરાશે

કોના કેટલા સમયથી કેટલા રૂપીયા બાકી?

આમતો સામાન્ય રીતે ભુજના નામચીન અને પ્રતિષ્ઠીત વ્યક્તિઓના બાકી લેણાની વિગતો મંગાય છે. ત્યારે પાલિકા તેમા પાછીપાની કરતી હોય છે. પરંતુ હવે ભાજપ શાસીત પાલિકા તેમનીજ રાજકીય પાર્ટી ભાજપ કાર્યલય પાસે વેરા પેટે 1.08લાખ રૂપીયા માંગે છે. જે છેલ્લા પાંચ વર્ષથી બાકી છે. તો બીજી તરફ રાષ્ટ્રીય કોગ્રેસ પાર્ટીના કાર્યાલયના પણ 85,000 રૂપીયા બાકી છે. જે તેમને પણ વર્ષોથી ભર્યા નથી. અને પાલિકાએ માંગ્યા નથી.

ભાજપ કોગ્રેસની વેરાના પૈસા ન ભરવામા જુગલબંધી 

આમતો બન્ને રાષ્ટ્રીય પાર્ટીઓ પોતાના વિચારોની વાતો કરી હમેંશા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ અને ગોટાળાની વાત કરતી હોય છે. અને તેના માટે આગળ કરે છે પ્રજાને. પરંતુ અહી વેરો ન ભરવામાં ભાજપ અને કોગ્રેસ બન્ને સરખી વિચારધારા દાખવી રહ્યા હોય તેવુ રેકોર્ડ પરથી લાગી રહ્યુ છે. તો પાલિકા પણ ભાજપ પાસે પૈસાની વસુલાત ન કરે તે વાત ગળે ઉતરે તેવી છે. પરંતુ અહી તો કોગ્રેસ પાસે વસુલાત માટે પણ પાલિકાને આંખની શરમ નડતી હોય તેવુ દેખાઇ રહ્યુ છે.

ભાજપ કોગ્રેસ અને પાલિકા પ્રમુખનો વેરા મુદ્દે એક સુર

આ અંગે જ્યારે પાલિકા પ્રમુખ અશોક હાથીને પુછાયુ ત્યારે તેઓએ લેણા બાકી હોવાની કબુલાત તો કરી પરંતુ કેટલા સમયથી આ બન્ને પાર્ટીના કાર્યાલયે વેરાની ચુકવણી નથી કરી તે અંગે કોઇ જવાબ આપી શક્યા નથી. પરંતુ વેરા વસુલાત કરાશે તેમ કહ્યુ તો બીજી તરફ ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્રકર અને કોગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરીને આ બાકી વેરા મુદ્દે પુછાયુ તો તેઓએ પણ કેટલા લેણા બાકી છે તે અંગે અજાણતા દર્શાવી ઝડપી વેરા ભરપાઇ કરવાની વાત કરી બચાવ કર્યો હતો.
આમપ્રજાની વાતો કરી બન્ને રાજકીય પાર્ટીઓ સીધી કે આડકતરી રીતે પ્રજાએજ બધુ કરવાનુ હોય છે. તેવા વિચારો વ્યક્ત કરતી હોય છે. પરંતુ જ્યારે વાત તેની અમલવારીની આવે છે ત્યારે તેઓ પોતે પાછી પાની કરે છે. અને તંત્ર તેમા આખ આડા કાન કરે છે અને તેથીજ કદાચ પાલિકાની કચેરીમાં જમા થનારા રૂપીયા હજુ બન્ને પાર્ટીઓએ ભર્યા નથી.