વાગડ પંથકના રાપરના નીલપર ગામના રેખાબા જાડેજાએ અસામાજીક તત્વોના ત્રાસથી આપઘાત કર્યાના જેના પર આરોપો મુક્યા છે તેજ પરિવારની બે મહિલાઓએ હવે આપઘાત નો પ્રયાસ કર્યો છે. શુક્રવારે જ્વલનશીલ પ્રદાર્થ પી ને બે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવી હતી. બને મહિલા સારવાર હેઠળ રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં છે અને સ્થિતી સુધારા પર છે. જો કે ભોગ બનનાર મહિલાનો આરોપ છે કે રેખાબા કેસમા તપાસ કરી રહેલી પોલિસ દ્વારા તેમની સાથે તેમના ઘરના પુરૂષોની પુછપરછ માટે આવેલી પોલિસ અને તેની ટીમ દબાણ કરી રહી છે અને સાથે છેડતી અને અણછાજતો વ્યવ્હાર કરાઇ રહ્યો છે. જે બાબતે પુર્વ કચ્છ એસ.પી સહિતના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવા છંતા પોલિસે કોઇ કાર્યવાહી ન કરતા તેમને આપઘાત કરવાની ફરજ પડી રહી છે. બીજી બાજુ આરોપ એવો પણ છે કે પોલિસ તપાસના નામે તેમના ઘરમાં તોડફોડ કરી આંતક મચાવી રહી છે..
ક્યા પોલિસ અધિકારી પર શુ લગાવ્યો છે આરોપ ?
રેખાબા જાડેજાના આપઘાત બાદ પોલિસે આ કુટુંબના સભ્યો વિરૂધ આઈપીસી કલમ 504,506,506 સહિત મરવા માટે મજબુર કર્યાના ગુનાની તપાસ ચાલુ હોઈ પોલિસ આ મામલે તપાસ કરી રહી છે તેવામાં મહિલાનો આરોપ છે કે ફરીયાદની તપાસ ચાલુ છે ત્યારે રાપરના PSI ખાંભલા તથા એલસીબીના કમલેશભાઈ સહિતનો પોલિસનો મોટો કાફલો તપાસ માટે આવ્યો હતો. અને ઘરના સભ્યોની પુછપરછ સાથે ધાકધમકી અને ઘરમાં તોડફોડ સહિત મહિલાઓની છેડતી કરી રહ્યા છે ત્યારે આજે એ મામલે રમીલાબેન રમેશ રાકાણી અને લખમીબેન કાનજી રાકાણી એ આપધાતનો પ્રયાસ કર્યો છે
સામે સામે ફરીયાદ નો સિલસીલો લાંબો છે
રાપરના નીલપર ગામે એક યુવકે કરેલા આપઘાત બાદ રેખાબાને કેટલાક ગામના જ સભ્યો હેરાન કરતા હોઈ રેખાબાનો આપઘાત અને હવે જેના પર રેખાબાના મોતનો આરોપ છે તેના પરિવારની બે મહિલાએ મૃતકના પરિજન અને પોલિસ દ્વારા તેમના પર ધાકધમકી અને હેરાન કરાતા હોવાની ફરીયાદ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે જો કે પોલિસ માટે મુશ્કેલી વધી છે કેમ કે એક તરફ રેખાબાના આપઘાત માટે સમાજ અને પરિવારનું દબાણ ત્યા હવે એજ મામલે તપાસ કરનારા ઓ સામે આક્ષેપ સાથે એજ કુટુંબની મહિલાઓએ આપઘાતનો પ્રયાસ કરતા હવે પોલિસ છાંસ ફુંકી ફુંકી ને પીસે જો કે મહિલાના આપઘાત ના પ્રયાસ બાદ કચ્છ પોલિસ આ મામલે તપાસ માટે રાધનપુર પહોંચી છે