કંડલા કસ્ટમનો કર સહાયક લાંચ લેતા ઝડપાયો
પુર્વ કચ્છ ACB એ શુક્રવારે મહત્વપુર્ણ રેડ કરી ફરીયાદના આધારે કંડલા કસ્ટમનાજ વર્ગ-1ના મહિલા અધિકારી પાસે લાંચ માંગનાર કંડલા કસ્ટમના લાંચીયા કર્મચારીને 4000 ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે ઝડપાયેલા સત્યપ્રકાશ મહેન્દ્રકુમાર ગુપ્તાએ ફરીયાદી પાસેથી તેના ટ્રાન્સફર બિલ બનાવી સેલરી બિલની રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરવાની અવેજીમાં લાંચ ની માંગણી કરી હતી જે આધારે ACB છટકુ ગોઠવી રંગેહાથ લાંચ લેતા ઝડપી તેની સામે કાર્યવાહી શરુ કરી છે
બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો
ભુજના સંજોગ નગરમા આજે એક શંકાસ્પદ બાઇક સાથે ફરી રહેલા એક શખ્સની પુછપરછ કરતા એલ.સી.બી એ મુન્દ્રામા થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે અનવર ઉર્ફે ફેડો ઉર્ફે અનુડો ગુલમામદ સમેજા ની પુછપરછ કરતા તેણે મુન્દ્રામાંથી આ બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરી છે જેને વધુ તપાસ માટે મુન્દ્રા પોલિસને હવાલે કરાયો છે
ગાંધીધામમાંથી SOG એ હથિયારનો જથ્થો ઝડપ્યો
ગાંધીધામના નકટી પુલ નજીકથી પુર્વ કચ્છ SOG એ 3 દેશી તમંચા સહિત 15 જીવતા કારતુસ નો બિનવારસુ ગેરકાયદેસર જથ્થો ઝડપ્યો છે પોલિસે બાતમીના આધારે શામજી ભાઇ આહિરના મીઠાના અગર પર તપાસ કરી હતી જેમા કોઇ શખ્સો મળી આવ્યો ન હતો પરંતુ તપાસ દરમ્યાન ત્યાથી બીનવારશુ હથિયારનો જથ્થો મળી આવ્યો હતો છે જે કબ્જે લઇ બી ડીવીઝન પોલિસ મથકે આ મામલે ફરીયાદ નોંધી આ હથિયારો ક્યાંથી આવ્યા અને અહી કોણ લાવ્યું તે તપાસ શરુ કરી છે
મીરઝાપરમા યુવાનનો આપઘાત
ભુજ તાલુકાના મીરઝાપર ગામે મફતનગરમા રહેતા એક યુવાને આપઘાત કરી લીધો હતો મફતનગરમા ગુરુવાર રાત્રે સુનીલ જોગી નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો જો કે તેના આપઘાત પાછળનું કારણ અકબંધ છે જે મામલે એ ડીવીઝન પોલિસે વધુ તપાસ હાથ ધરી છે
પશ્ચિમ કચ્છ પોલિસની ડ્રાઇવમા રોમીયો ઝડપાયા
પશ્ચિમ કચ્છ પોલિસની આઠ ટીમો દ્વારા આજે ચાર તાલુકા મથકોએ એન્ટી રોમીયો ડ્રાઇવનુ આયોજન કરાયુ હતુ જેમા 51 રોમીયો ડ્રાઇવ દરમીયાન ઝડપાઇ ગયા હતા જેમની પાસેથી પોલિસે માફીપત્ર લખાવ્યા હતા ભુજ. માંડવી.નખત્રાણા.મુન્દ્રામા આ ડ્રાઇવ જાહેર સ્થળો પર યોજાઇ હતી જેમા 51 માફીપત્ર 60 વાહનોમા એન.સી કેસ સહીત 14 વાહનો ડીટેઈન કરાયા છે