નખત્રાણાના મંજલ અને દેશલપર વચ્ચે રવિવારે એક અકસ્માતમાં સોની વેપારીનુ મોત થયુ છે. નખત્રાણાની હોટલ નરનારાયણના માલિક દિનેશભાઇ ઉર્ફે ઠાકરશી ભગવાનજી સોની જ્યારે પોતાની કાર GJ-12-BR-3098 લઇને નખત્રાણાથી ભુજ જઇ રહ્યા હતા. ત્યારેજ સામેથી આવી રહેલી ટ્રક સાથે તેની ટક્કર થઇ હતી જેમાં નખત્રાણાના પ્રતિષ્ઠીત વેપારીનુ મોત થયુ હતુ. તેમના મોતથી નખત્રાણા સોની મહાજન સહિત સ્થાનીક વેપારીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. તો આ બાબતે નખત્રાણા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ તેમને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ત્યા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તો સમાજના આગેવાનો પણ ઘટનાની જાણ થતા દોડી ગયા હતા.
સવારે ભચાઉ નજીક પણ અકસ્માત
આજે સવારે ભચાઉ નજીક પણ સર્જાયેલા અકસ્માતમાં એકનુ મોત નિપજ્યુ હતુ. જેમાં અમદાવાદથી એક પરિવાર ગાંધીધામ આવી રહ્યો હતો ત્યારે વોંધ નજીક તેમની કાર પલ્ટી હતી. જેમાં કારમાં સવાર ગૌરીશંકર અંબાલાલ પંડયાનુ મોત નિપજ્યુ હતુ જ્યારે તેમની સાથે કારમાં સવાર અન્ય પાંચ સભ્યોને ગંભીર ઇજા થતા સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમા ખસેડાયા હતા.