Home Crime ભુજ એલ.સી.બીએ જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપ્યા : તેરાની સગીરા પર લગ્નની...

ભુજ એલ.સી.બીએ જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપ્યા : તેરાની સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ

996
SHARE

ભુજ એલ.સી.બીએ જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપ્યા 

ભુજ એલ.સી.બીએ આજે ભુજ લેવા પટેલ હોસ્પિટલ નજીક જાહેરમાં જુગાર રમતા પડ પર દરોડો પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સો રીક્ષાની આડમાં જાહેરમાં જુગાર રમતા હતા. જેને એલ.સી.બીએ ઝડપ્યા છે. પોલિસે રોકડ,મોબાઇલ અને છકડા સહિત 1,47,300 નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપીમાં હિરેન દિનેશભાઇ ઠક્કર,જગદીશ ધનજી બુચીયા,લિયાકત અનવર મલિક,ઇમરાન ઉર્ફે બલીમામદ આરબ અને ઇમરાન ઉર્ફે રઘુ અલીમામદ કુંભારને ઝડપ્યા છે. જ્યારે ધર્મેશગર હિરાગર ગુંસાઇ નાસી જવામાં સફળ રહ્યો હતો વધુ તપાસ માટે તમામને ભુજ એ ડીવીઝન હવાલે કરાયા છે.

માંડવીના ભાડિયાનો ચીટર રામ ગઢવી ઝડપાયો 

31 માર્ચે પ્રકાશમાં આવેલા એક ચીટીંગના કિસ્સામા અંતે પોલિસે બાગ ગામની યુવતીઓને છેતરનાર શખ્સ રામ ખીમરાજ ગઢવીને ઝડપી પાડ્યો છે. રામ ગઢવીએ વિવિધ નામાકીંત વ્યક્તિની ઓળખ સાથે યુવતીઓ પાસે સિલાઇ કામ કરાવ્યા બાદ તેનુ મહેનતાણુ પાછુ આપ્યુ ન હતુ  જેથી યુવતીઓએ તે મામલે તપાસ કરતા રામ ગઢવી ફ્રોડ હોવાનુ માલુમ પડ્યુ હતુ. ત્યારથી રામ ગઢવી ફરાર હતો અને તેના વિરૂધ્ધ ફરીયાદ કરાઈ હતી 22 દિવસ બાદ માંડવી પોલિસે તેની ધરપકડ કરી છે.

તેરાની સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ 

અબડાસાના તેરા ગામે વાડીમા ખેતમજુરી કરતા એક પરિવારની સગીર દિકરીનુ અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલે નલિયા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે. બનાવ 14 એપ્રીલના બન્યો હતો જેમાં સગીરાને ફોન લઇ આપી અને ત્યાર બાદ લગ્નની લાલચે આરોપી રમેશ કોલી ભગાડી ગયો હતો અને ત્યાર બાદ અલગઅલગ સ્થળે તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. નલિયા પોલિસ મથકે આરોપી સામે પોક્સો એક્ટ મુજબ ફરીયાદ નોંધાઇ છે.

રાત્રે ફરતા અસામાજીક તત્વો પર પોલિસની ધોંસ 

પશ્ચિમ કચ્છ પોલિસવડાની સુચનાથી ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં પોલિસે ખાસ ડ્રાઇવનુ આયોજન કર્યુ છે. જેમા રાત્રે ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવતા રાત્રે લુખ્ખાગીરી કરતા તત્વો સામે આ કાર્યવાહી શરૂ કરાઇ છે. જે દરરોજ રાત્રે ચાલુ રહેશે જેથી બાઇક ચોરી કે અન્ય પ્રવૃતિ ડામી શકાય જેમાં પશ્ચિમ કચ્છ પોલિસ એલ.સી.બી એસ.ઓ.જી સહિત વિવિધ મહત્વની બ્રાન્ચ સહિત અન્ય ટીમો કામગીરી કરશે રાત્રીના સમયમાં અસામાજીક પ્રવૃતિ દુર કરવાના ઇરાદે આ ખાસ ડ્રાઇવનુ આયોજન કરાયુ છે.