ભુજના આશાપુરા મંદિર નજીક જુમ્માવાડીમા રહેતા મુસ્તાક અબ્દુલ સુમરાએ આજે વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત પાછળનું કારણ વ્યાજખોરોનો ત્રાસ હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે યુવાન મુસ્તાક ભુજ જીલ્લા પંચાયત નજીક ઓટો મોબાઇલ વ્યવસાય તથા આર.ટી.ઓ એજન્ટ તરીકે કામ કરે છે જી.કે જનરલ હોસ્પિટલમાં હાલ તે સારવાર લઇ રહ્યો છે અને તેની પાસેથી મળેલી સુસાઇડનોટમા 20 થી વધુ લોકોના નામ મોબાઈલ નંબર સાથે લખેલા મળી આવ્યા છે. મળી આવેલી નામજોગ ચિઠ્ઠીમાં વ્યાજે પૈસા લીધા બાદ તેણે વ્યાજ કરતા પણ વધુ પૈસા ચુકવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે છંતા પણ તેને માનસિક ત્રાસ આપી પૈસાની ઉધરાણી કરાતી હોવાના કારણે તેને આ પગલુ ભર્યુ હોવાનું લખાણ છે.
શહેરમાં અનેક વ્યાજે ધિરાણ કરતા લોકોના ધંધા ધમધમી રહ્યા છે અને મજબુરીમા પૈસા લીધા બાદ લોકો આપઘાત કરવા મજબુર બની રહ્યા છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે આ મામલે એ ડીવીઝન પોલિસે વધુ તપાસ હાથ ધરી છે જો કે હજુ મુસ્તાક બેભાન હોવાથી આ મામલે ફરીયાદ નોંધાઇ નથી કે નથી હજુ પોલિસ સત્તાવાર આ મામલે કઇ કહેવા તૈયાર પરંતુ તેની પાસેથી મળેલી એક નોટમાં 20 વ્યક્તિના નામનો ઉલ્લેખ છે અને વ્યાજના મુદ્દે ત્રાસ આપવાની ફરીયાદ જો કે તે નોટ ખરેખર તેણે લખેલી છે કે નહી તેની તપાસ પોલિસ તે સ્વસ્થ થયા બાદ હાથ ધરશે