Home Crime ભુજ એસ.ઓ.જીએ નાડાપા ગામેથી બોગસ ડોક્ટર ઝડપ્યો : ગાંધીધામના મીઠીરોહરમા ગોડાઉનમાં આગ કરોડોનુ...

ભુજ એસ.ઓ.જીએ નાડાપા ગામેથી બોગસ ડોક્ટર ઝડપ્યો : ગાંધીધામના મીઠીરોહરમા ગોડાઉનમાં આગ કરોડોનુ કોટન સ્વાહા 

1066
SHARE

ગાંધીધામના મીઠીરોહરમા ગોડાઉનમાં આગ કરોડોનુ કોટન સ્વાહા 

ભિષણ ગરમી વચ્ચે કચ્છમાં આગના બનાવો પણ વધ્યા છે. ત્યારે આજે ગાંધીધામના મીઠીરોહર નજીક આવેલા ત્રણ ખાનગી ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં કરોડો રૂપીયાનો સંગ્રહ કરેલ કોટનનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આસપાસ આવેલા અન્ય ગોડાઉનમાં પણ આગ પ્રસરી હતી. અને ત્યા રખાયેલ ચોખાના જથ્થામાં પણ આગથી નુકશાન થયુ હતુ. પ્રાથમીક અનુમાન મુજબ અંજાર નજીક આવેલી એક ખાનગી કંપની દ્રારા અહી કોટનનો જથ્થો સંગ્રહ કરાયો હતો. આગના સમાચારના પગલે બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી.

ખીરસરામાં SOG એ ઝડપેલ ખનીજ ચોરીમાં ખનીજ વિભાગે ફરીયાદ નોંધાવી 

અબડાસાના ખીરસરા(વીંઝાણ) ગામની ગૌચર જમીન પર ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનીજની ચોરીના કારસ્તાનનો એસ.ઓ.જીએ પર્દાફાસ કર્યા બાદ તેમાં તપાસ કરી ખાણખનીજ વિભાગે અંતે ચાર શખ્સો સામે 46.02 લાખની ખનીજ ચોરીની ફરીયાદ કોઠારા પોલિસ મથકે નોંધાવી છે. જે અંગે કોઠારા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. 21 તારીખે એસ.ઓ.જીએ દરોડો પાડી અનીસ ઓસમાણ હાલેપોત્રા,અબ્દુલ ઉંમર ત્રાયા,હંસરાજ બીસ્વેશ્ર્વર ઠાકુર અને કીશનકુમાર નંદકિશોર યાદવને 25 લાખના સાધનો સાથે ગેરકાયેદસર ખનીજ ચોરી કરતા ઝડપ્યા હતા.

ભુજ એસ.ઓ.જીએ નાડાપા ગામેથી બોગસ ડોક્ટર ઝડપ્યો 

ભુજ એસ.ઓ.જીએ આજે ભુજ તાલુકાના નાડાપા ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપ્યો છે. એસ.ઓ.જીને મળેલી બાતમીના આધારે પોલિસે નાડાપા ગામે કાર્યવાહી કરી હતી જેમા મુળ ઉત્તરપ્રદેશના અને હાલે માધાપર ગામે રહેતા શ્યામસુંદર રાધેશ્યામ પટેલ ડીગ્રી વગર પ્રેકટીસ કરતા ઝડપાયો હતો. એસ.ઓ.જીએ આ મામલે તાલુકા હેલ્થ ઓફીસર કે.એસ.સીજુને જાણ કરતા તેમને પણ ડોક્યુમેન્ટ તપાસણી કરતા કઇ મળી આવ્યુ ન હતુ જેથી એલોપેથીક દવાના જથ્થા સહિત શ્યામસુંદર વિરૂધ ગુજરાત મેડીકલ પ્રેકટીસ એક્ટ કલમ 30 મુજબ  ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ભુજના સુખપર નજીક મોચીરાઇમાં મારામારી રાયોટીંગની ફરીયાદ નોંધાઇ 

ભુજના સુખપર ગામે જુની અદાવતમાં આજે હિંસક ધિગાંણુ ખેલાયુ હતુ. જેમાં 3 વ્યક્તિને ઇજા પહોંચી હતી. આજે સવારે નવ વાગ્યે આ બનાવ બન્યો હતો જેમાં સુખપરના પ્રવિણ પ્રેમજી વાઘજીયાણી કાનજી રામજી વાઘજીયાણી અને પ્રેમજી રામજી વાઘજીયાણીને ઇજા પહોંચી હતી. વાડીમાં રસ્તા બાબતે ચાલતા મનદુખમાં આ મારામારીની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા માનકુવા પોલિસે આ મામલે તપાસ શરૂ કરી છે. અને રાયોટીંગ સહિતની કલમો તળે આ મામલે 9 શખ્સો સામે ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.