Home Current અંજારના ભિમાસરમા બાબા સાહેબને જુતાનો હાર પહેરાવાતા આક્રોશ

અંજારના ભિમાસરમા બાબા સાહેબને જુતાનો હાર પહેરાવાતા આક્રોશ

6891
SHARE
અંજારના ભિમાસરમાં અસામાજીક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જુતાનો હાર પહેરાવતા વિરોધ ઉભો થયો છે ઘટનાના પગલે મોટી સંખ્યામા લોકો આક્રોશ સાથે ભિમાસર દોડી ગયા છે અંજારના ભિમાસરની પંચાયત કચેરીમાં જ આ પ્રતિમા આવેલી છે સવારે આ ઘટના સમાજના યુવાનોના ધ્યાને આવ્યા બાદ થોડીવારમાં આ વાત વાયુવેગે પ્રસરી હતી જેને લઇને 1000થી વધુ લોકો ત્યા એકઠા થઇ ગયા હતા તો અંજાર પોલિસ સહિત અધિકારીનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ મામલાની તપાસ પોલિસે શરૂ કરી છે પરંતુ સમાજના આગેવાનોએ જ્યાં સુધી કોઇ યોગ્ય તપાસ કે ખાતરી નહી મળે ત્યા સુધી પ્રતિમા પરથી હાર ઉતારવા દેવાનો ઇન્કાર કર્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે આ ઘટનાની જાણ થતા સ્થાનીક રાજકીય આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા છે અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે જો કે બાબા સાહેબની પ્રતિમા સાથે થયેલા આ કૃત્યથી કચ્છ ભરના દલિત સમાજમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે