Home Current સ્ત્રી સશક્તિકરણને વધુ મજબુત કરવાનો પાયો કચ્છ ક્ષત્રિય સમાજે નાંખ્યો

સ્ત્રી સશક્તિકરણને વધુ મજબુત કરવાનો પાયો કચ્છ ક્ષત્રિય સમાજે નાંખ્યો

1223
SHARE
ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજની દિકરીઓ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે ક્ષત્રિય સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે. આશાપુરા સ્કુલ હોય કે પછી અન્ય શિક્ષણ ક્ષેત્રના કાર્યો હોય દિકરીઓને શિક્ષિત કરવાના આવા કાર્યોમાં કન્યા છાત્રાલય અને હોસ્ટેલ થકી શિક્ષણના કાર્યને આગળ ધપાવવાના કાર્યનો પાયો આજે ભુજમા નખાયો હતો અને ગર્લ્સ હોસ્ટેલ અને છાત્રાલય ની પાયાવિધી ભુજના જય નગર નજીક કરાઇ હતી એક વર્ષમાં આ કામ પુરુ કરવાની નેમ સાથે પાંચ કરોડના ખર્ચે રાજપુત્ર ક્ષત્રિય સમાજ દ્વારા અહી હોસ્ટેલ અને છાત્રાલય નુ નિર્માણ કરાશે આજે કચ્છ રાજપુત્ર ક્ષત્રિય સમાજના પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પુજન કરાવી પાયાવિધી કરાઇ હતી આ પ્રસંગે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જોરુભા રાઠોડ, જોરાવરસિંહ જાડેજા,પરાક્રમસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા,શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની સાથે મોટી સંખ્યામા ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા