શાંત અને કોમી એકતા અને શાંતિના પ્રતીક સમા કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વર્ગ વિગ્રહને બળ આપતી ઘટનાઓ સામે આવી રહી છે જે આવનારા સમય માટે શું ઈશારો કરેછે ? એ પણ વિચાર માંગી લે એવો વિષય છે દરગાહોમાં તોડફોડની ઘટના હોય કે પછી મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના હોય કે પછી ભીમાસરમાં બાબા સાહેબની પ્રતિમાના અપમાનનો કિસ્સો હોય, આ સમગ્ર કિસ્સાઓ શાંત પાણીમાં પથ્થરો ફેંકવા સમાન છે ત્યારે બુદ્ધિજીવીઓ અને યુવાનોએ આ બાબતે મંથન કરવાનો સમય પાકી ગયો છે આ તબક્કા વારની ઘટનાઓમાં તર્ક સબંધિત વાત કરીએ તો આની પાછળ જવાબદાર કોણ? સોશિઅલ માધ્યમોનો અતિરેક,રાજકીય દોરીસંચાર કે પછી જાતિવાદની ઘેલછા? આવા અનેક સવાલો વચ્ચે ડહોળાતા કચ્છના માહોલને બગાડવાનો પ્રયાસ ચોક્કસ વિચાર માંગી લે તેવો છે એકસાથે ઉપરા ઉપરી બની રહેલા આવા બનાવો પાછળ કઈ શક્તિ કે માનસિકતા કામ કરી રહી છે એ પણ ઘણા પ્રશ્નાર્થ સર્જે છે. આમ વર્ગમાં પણ આવા સવાલો લોકોને ચિંતાની સાથે ગુમરાહ કરી રહ્યા છે કેટલાક તર્ક એવા પણ સામે આવી રહ્યા છે કે
એ દિશામાં પણ વિચારવું યોગ્ય જણાઈ રહ્યું છે.
– માત્ર ક્ચ્છમાંજ આવા બનાવો શા માટે બની રહ્યા છે ?
– શાંત અને કોમી એકતા માટે અંકિત આ જિલ્લામાં કોણ કાંકરીચાળો કરી રહ્યું છે ?
– વર્ગ વિગ્રહ કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ છે ?
– લોકોને ગુમરાહ કરી, કાયદો અને વ્યસ્વસ્થાને ડહોળવા પાછળ કઈ શક્તિ કામ કરી રહી છે?
– સોશિઅલ માધ્યમના અતિરેક વચ્ચે લોકોની ઘેલછાના માપદંડ નક્કી કરવા આ વિસ્તારને ટાર્ગેટ કરાઈ રહ્યો છે? કોનું છે ભેજુ ?
ખમીર અને એકતા ની ઉપમા સાથે અડીખમ રહેનારા આ જિલ્લામાં બની રહેલી આવી ઘટનાઓ સામે લોકોએ પણ જાગૃત બનવું પડશે અને જાતિવાદને પડખે મૂકીને દરેક કચ્છવાસીઓ અને દરેક ધર્મના ધુરંધરોએ આગળ આવીને મંથન કરીને કચ્છીયતને બરકરાર રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરવી પડશે. આવી ઘટનાઓ પાછળ કોનું ભેજુ કામ કરી રહ્યું છે તે શોધવાની સૌથી મોટી જવાબદારી વહીવટી તંત્રથી લઈને કાયદો વ્યવસ્થાના જવાબદારો તથા રાજકીય આગેવાનોની છે. અત્યાર સુધી ની ઘટનાઓમાં પોલીસ કે વહીવટીતંત્ર તોડફોડ કરનારા અસામાજિક તત્વોને શોધી શક્યું નથી ત્યારે કચ્છની સામાજિક એકતાને ખંડિત કરવાનો ઈરાદો ધરાવનારાઓ સુધી સરકાર,તંત્ર અને પોલીસ પહોંચે અને આવા કૃત્ય પાછળ જેમનું ભેજુ છે એવા ભાંગફોડીયા તત્વોને ખુલ્લા પાડી કાયદાકીય કાર્યવાહી કરે તે આજના સમયની માંગ છે.