Home Crime પોલીસની ચાર્જશીટ પછી પહેલીવાર ભુજની કોર્ટમાં આવેલી નલિયાકાંડની પિડીતાએ 6 કલાક સુધી...

પોલીસની ચાર્જશીટ પછી પહેલીવાર ભુજની કોર્ટમાં આવેલી નલિયાકાંડની પિડીતાએ 6 કલાક સુધી શુ કર્યું ? હવે 7મી તારીખની મુદ્દતમાં શુ થશે ?

2298
SHARE
ગુજરાત અને દિલ્હી સુધીના રાજકારણમાં  જેના બહુ મોટા પડઘા પડ્યા તે કચ્છના બહુચર્ચિત નલિયાકાંડમા 25-01-2017ના પ્રથમ ફરીયાદ નોંધાયા બાદ આજે શુક્રવારે સેસન્સ  કોર્ટમા પ્રથમવાર પીડિત યુવતીનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં બંધ બારણે યુવતીએ પોલીસ ફરિયાદથી લઈને પુરાવાઓ અંગે કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. જોકે છ કલાકની લાંબી કોર્ટ કાર્યવાહીમાં ખરેખર શુ થયું? તે અંગે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી પરંતુ સૂત્રોની માનીએ તો નલિયાના આ સામુહિક દુષ્કર્મના કેસમાં કંઈક નવા જૂની થવાના એંધાણ જરૂર મળ્યા હતા. સૂત્રોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે કે હવે કદાચ આ કેસ પૂરો પણ થઈ જાય તો કોઈ નવાઈ નહીં રહે.
ભુજની કોર્ટમા પિડીતા આજે હાજર રહી હતી જ્યાં જજ એલ.જે. ચુડાસમાની કોર્ટમા તેની ઇન કેમેરા જુબાની લેવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન પિડીતા ઉપરાંત આ કેસના સરકારી વકિલ અને કેસમાં સંડોવાયેલ તમામ તહોમતદારો હાજર રહ્યા હતા. કોર્ટ કાર્યવાહી દરમિયાન પીડીતાનુ નિવેદન નોંધવામાં આવ્યું હતુ. સવારના 11:30 કલાકે શરુ થયેલી કાર્યવાહી સાંજે 6વાગ્યા સુધી ચાલી હતી. જેમા તેની પ્રથમ ફરીયાદ અંગે કોર્ટે જુબાની નોંધી હતી હવે આ મામલે 7 મે ના વધુ કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે તેવુ મુખ્ય સરકારી વકિલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યુ હતુ.

શું પિડીતા દ્વારા મૂળ ફરિયાદથી એકદમ વિરુદ્ધ કોઇ નિવેદન આપવામાં આવ્યું છે ? 

અત્યાર સુધી આમતો કેસમાં અનેક વણાંક આવ્યા છે. અનેકના પિડીતાએ નામ આપ્યા છતાં તપાસમા તેની ભુમિકા અંગે કોઇ મજબુત પુરાવા મળ્યા નથી. ત્યાં સુધી કે મુખ્ય આરોપી મનાતા વિપુલ ઠક્કર હજુ પણ એક રહસ્યમય વ્યક્તિની જેમ ગુમનામ છે. તેવામાં અનેકવાર આ કેસમાં રાજકીય દબાણની ચર્ચાઓ થઇ પરંતુ આજે કોર્ટમા જે બંધ બારણે થયુ તે આશ્ચર્યજનક રહ્યુ હતું. કેમકે પોતાની મુળ ફરીયાદના આજે આપેલા પિડીતાએ નિવેદનમા વિભિન્નતા જોવા મળી હોવાનો દાવો સૂત્રો એ કર્યો હતો. જેને લઇને સમગ્ર કોર્ટ સંકુલમાં ચર્ચા હતી કે પિડીતા કોઇ દબાણ હેઠળ તેની મૂળ ફરિયાદથી વિરુદ્ધ તો કોઈ નિવેદન આપ્યું નથી ને ?