નારાયણ, નારાયણ,નારાયણ,આ શબ્દ સાંભળતાજ દેવલોકના એક પાત્રનો ચહેરો સીધો તમારા માનસપટ પર ઉપસ્થિત થઇ જાય દેવલોક,મનુષ્ય લોક અને ત્રણે લોકમાં કોઇ એવી વાત ન હતી જે તેનાથી છાની રહેતી અને તેથીજ તેમને આજના યુગ મુજબ પત્રકારની ઉપમા આપીએ તો જરાય અતિશયોક્તિ નથી. જો કે બહુ ઓછા લોકો આ દિવસની ઉજવણી કરે છે. અને જ્યાં થાય છે. ત્યા પણ બહુ ઓછા લોકોની ઉપસ્થિતી હોય છે. ત્યારે આજે ભુજમા આર.એસ.એસ દ્વારા આ દિવસની ઉજવણીનુ એક નાનકડુ આયોજન કરાયુ હતુ અને જેમાં ગણ્યાગાઠ્યા પત્રકારો સહિતના બુધ્ધીજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર,સમાજ અને સૌ કોઇ સાથે મળી કઈ રીતે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ નિર્માણ કરી શકે તે મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ હતી. તો વર્તમાન સમયમાં મીડીયાની ભુમીકા અને તેમની સમસ્યા પર પણ આ કાર્યક્રર્મમા ચર્ચા થઇ હતી.
કાર્યક્રમનો હેતુ : પત્રકાર કઇ રીતે કરી શકે સમાજનુ નિર્માણ?
સાપ્રંત સમયમા દેશમાં સમસ્યા તો અનેક છે ત્યારે તેના ઉકેલ અને લોકોને તેના માટે જાગૃત કરવાનુ મોટુ કામ કોઇ કરી શકે તો તે છે પત્રકાર, આજે ભુજમા આર.એસ.એસ દ્વારા મહર્ષી નારદમુનીની જન્મજંયંતી નિમિતે બે વર્ષથી થતી ઉજવણીનો સીલસીલો ચાલુ રખાયો હતો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી તો કચ્છના વર્તમાન મુદ્દાઓમાં પણ મીડીયાની સકારત્મક ભુમીકા અંગે ચર્ચા થઇ હતી વિચાર વિમર્શ દરમ્યાન ચર્ચાયેલા મુદ્દાઓ આ મુજબ હતા
– સમગ્ર વિશ્વમાં ભારત એક એવો દેશ છે જયા વિભીન્ન ભાષા,સંસ્કૃતિ અને ધર્મમાં વિભીન્નતાા છંતા ભારત એક એવુ રાષ્ટ્ર છે. જ્યા સૌ એક થઇને રહે છે.
– આંતકવાદ,માઓવાદ,નકસલવાદ અને દેશમા વધી રહેલા ધર્મના વાડાઓથી ભારતને તોડવાનુ કાવતરૂ ચાલી રહ્યુ છે. જેને સમાજ સુધી કઇ રીતે લઇ જવુ અને તેમાં પત્રકારોની ભુમીકા
– દેશની આર્થીક વ્યવસ્થાને નબળી પાડવા માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે. અને જેના લીધેજ ભારતમા આંતકવાદ નકસલવાદ જેવી પ્રવૃતિએ જન્મલીધો છે.
– કચ્છમાં છેલ્લા થોડા સમયથી ભાઇચારો અને એકતા તોડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. અને અસામાજિક તત્વોના આ કૃત્યને પાર ન પડવા દેવામાં સમાજ સાથે મીડીયાએ પણ એટલીજ ભુમીકા અદા કરી છે. પરંતુ સામાજીક સંવાદીતતા તોડવાનો પ્રયાસ ચોક્કસ થઇ રહ્યો છે.
– વહીવટી તંત્ર અને પ્રજાની સમસ્યાઓની વચ્ચે પત્રકાર શુ કરી શકે અને પત્રકારોની વર્તમાન સમયમાં શુ સમસ્યા છે. તે વિષયે પણ આ બેઠકમા ચર્ચા થઇ હતી.
કચ્છના અનુભવી પત્રકારોએ ઉભરતા પત્રકારોને આપી ગુરૂચાવી
દુર્ભાગ્યપુર્ણ રીતે પચ્છિમ અને પુર્વ કચ્છમાંથી થોડી સંખ્યામાંજ લોકોએ આ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને થોડા બુધ્ધીજીવીઓ વચ્ચે પણ સમાજ માટે ઉપયોગી કહી શકાય તેવા મુદ્દાઓ પર ચર્ચા અને મીડીયાની તેમાં ભુમીકા અંગે ખુલીને વાતો થઇ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છના વરિષ્ઠ પત્રકાર કીર્તીભાઇ ખત્રીએ ભુતકાળના કેટલાક કિસ્સાને યાદ કરી વર્તમાન સમયમા સામાજીક મુદ્દાઓના ઉકેલમાં દરેક ધર્મના ગૂરૂઓ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન કરી તેના ઉકેલ વિષેના ભુતકાળને યાદ કર્યો હતો. તો રામભાઇ ઠક્કરે વર્તમાન સમયમાં સંશોધનાત્મક પત્રકારત્વ બહુ ઘટી ગયુ છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તો માર્મીક રીતે વાત કરતા પત્રકાર નવિનભાઇ જોષીએ વાતને હળવી કરતા પત્રકારમાં નારદજીના ગુણો હોવા જોઇએ તોજ તેઓ સમાજની દરેક વાત અને અને સમસ્યાને વાચા આપી શકે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં આર.એસ.એસ.વતી ગુજરાત પ્રાન્તના બૌધિક પ્રમુખ મહેશ ઓઝા અને સંઘ ચાલક નવીન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
બદલાતા સમય સાથે મીડીયાની ભૂમિકા પણ બદલાતી રહી છે. અને તેના વિષે ચર્ચા કરવી આજના દિવસે અને આજના કાર્યક્રમને અનુલક્ષીને યોગ્ય નથી. પરંતુ ચોક્કસ કચ્છમાં દરેક સમાજ દરેક વર્ગના કચડાતા અવાજને બુંલદ કરવાનુ કામ મીડીયાએ તેની ક્ષમતા મુજબ કર્યુ છે. હા ચોક્કસ ક્યાક નિડર અને સંશોધનાત્મક પત્રકારત્વની ખોટ પાછલા વર્ષોમાં દેખાઇ છે પરંતુ એ કડી દુર કરવા આવનારી દરેક નારદજંયતીએ સૌ પત્રકારો એકઠા થાય તે જરૂરી છે.