Home Current કચ્છના પુર્વ કલેકટર પ્રદિપ શર્માને કેમ ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયા ?

કચ્છના પુર્વ કલેકટર પ્રદિપ શર્માને કેમ ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયા ?

1290
SHARE
કચ્છના પુર્વ કલેકટર અને કચ્છ સહિત ભાવનગરમા જમીન સસ્તી કિંમતે આપવા સહિત આવક કરતા વધુ સંપત્તિના કેસમાં લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા પ્રદિપ શર્માની તબિયત લથડતા તેને ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડાયા છે હાલ તેમને ICUમા રાખવામાં આવ્યા છે આજે જેલવાસ દરમ્યાન તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલાઇઝ કરાયા હતા આ અગાઉ પણ જ્યારે તેઓ ભુજ જેલમાં હતા ત્યારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાની ફરજ પડી હતી જો કે ત્યાર બાદ તેઓ સ્વસ્થ હતા પરંતુ આજે તેમને ભાવનગર જેલમાંથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
પ્રદીપ શર્મા પર હાલ રૂ.25 લાખના લાંચનો આરોપ છે અને તે અંતર્ગત પ્રદીપ શર્મા જેલ હવાલે હતા સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેમને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ અને ત્યાર બાદ સ્થિતીની ગંભીરતા જોતા આઇ.સી.યુમા રખાયા છે