Home Current કોમી એકતાની મિશાલ બન્યા મુંદરાના અનોખા સમૂહલગ્ન

કોમી એકતાની મિશાલ બન્યા મુંદરાના અનોખા સમૂહલગ્ન

1089
SHARE
છેલ્લા 12 વર્ષથી મુંદરા મધ્યે નાત જાતના ભેદભાવને કોરાણે મૂકીને સમૂહલગ્નનું આયોજન કરાતું રહ્યું છે, આ વર્ષે યોજાયેલા સમૂહલગ્નમાં 63 દુલ્હા-દુલહન સમૂહશાદીથી જોડાયા હતા જયારે 46 દંપતીઓએ અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને દામ્પત્ય જીવનના ડગ માંડ્યા હતા. કોમી એકતાની મહેક સમા આ અનોખા આયોજનમાં ભાગ લેનારા 109 નવવિવાહિતોને આયોજક સમિતિ સહિત હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહીને આશિર્વાદ સાથે મુબારકી પાઠવી હતી .
અખિલ કચ્છ જિલ્લા જત-મલેક (ગરાસિયા) સમાજ, અખિલ કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ, મુંદરા તાલુકા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમિતિ આયોજિત આ 12માં સમૂહલગ્ન સમારોહમાં બહોળી સંખ્યામાં ઉમટેલા મહાનુભાવોનું આયોજકોએ અભિવાદન સહ સ્વાગત કર્યું હતું મુંદરામાં આ પરંપરાના પાયાના પથ્થર સમા અગ્રણી હાજી સલીમ અહેમદ જતે આ આયોજનની સફળતાનો શ્રેય સર્વે હિન્દુ-મુસ્લિમ ભાઈઓ,આ આયોજનના કાર્યકરો તથા સૌ ઉપસ્થિત રહેતા મહાનુભાવોને આપ્યો હતો.
આ પ્રંસગે પીર સૈયદ અલ્હાજ હાજીઅલી અહેમદશા કાદરી-મુંદરા, સંતશ્રી કલ્યાણદાસજી મોરબી,સંતશ્રી શાંતિદાસજી મહારાજ-મોટી વિરાણી, સલીમશા બાપુ -વિંઝાણ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા,પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન આરેઠીયા સહિત રાજકીય અગ્રણીઓ કૌશલ્યાબેન માધાપરિયા, છાયાબેન ગઢવી, જ્યંતિલાલ ઠક્કર-ડુમરાવાળા, હાજી મોહંમદસધિક જુણેજા તેમજ કચ્છ લડાયક મંચના રમેશભાઈ જોશી, મુંદરાના અગ્રણીઓ
અશ્વિનભાઈ ઝીંઝુવાડિયા, ધર્મેન્દ્ર જેસર, મુકેશભાઈ ગોર, BSF ના DIG આઈ.કે.મહેતા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી આયોજનની શોભા વધારી હતી
આ પ્રંસગે બન્ને ધર્મના મહાનુભાવોએ આ આયોજનને બિરદાવતા ધર્મના ઉપદેશો સાથે સમગ્ર દેશ આ કોમી એકતાનો સાક્ષી બન્યો હોવાનું જણાવીને આ ભાઈચારા અને એકતાનો સંદેશ આ સરહદી જિલ્લામાંથી સમગ્ર દેશમાં ઝિલાય એવી લાગણી વ્યક્ત કરી હતી.
આ અવસરે દાતાઓએ દાનની સરવાણી વહેવડાવીને આ પ્રસંગને મહેકાવ્યો હતો લગ્ન પ્રસંગથી ગાજી ઉઠેલા આ માહોલથી મુંદરા શહેરમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોમી એકતાની મિશાલ બનેલા આ સરહદી જિલ્લામાં મહેકતી ભાઈચારાની સુવાસ કાયમ રાખનારા આવા આયોજનોને અન્ય લોકો પણ અનુસરે એજ સંદેશ સાથે સૌ આયોજકો અને નવયુગલોનેઅભિનંદન