Home Crime પોલિસ પર હુમલો કરનાર રીયાઝ ઝડપાયો : લુંટના ગુન્હામાં ધરપકડ

પોલિસ પર હુમલો કરનાર રીયાઝ ઝડપાયો : લુંટના ગુન્હામાં ધરપકડ

2211
SHARE
પશ્ચિમ કચ્છ પોલિસની મહત્વની બ્રાન્ચ એવી એલ.સી.બી ટીમના કોન્સ્ટેબલ ધમેન્દ્ર રાવલ પર હુમલો કરનાર રીયાઝ મમણ અંતે ઝડપાઇ ગયો છે. એલ.સી.બી ટીમે જ મોડી રાત્રે તેને ઝડપી એ ડીવીઝન પોલિસને સુપ્રત કર્યો છે. 28 તારીખે એક લુંટને અંજામ આપ્યા બાદ એ ડીવીઝન પોલિસ મથકે રીયાઝ અને અન્ય એક શખ્સ મીઠુ સામે ફરીયાદ નોંધાઇ હતી. જેમાં પોલિસ તપાસ કરી રહી હતી અને તે દરમીયાન જ એલ.સી.બી ટીમને બાતમી મળતા પાંચ જેટલા એલ.સી.બી સ્ટાફના પોલિસ જવાનો ભીડ નાકા વિસ્તારમાં ગયા હતા જો કે હજુ પોલિસ પહોંચે તે પહેલાજ રીયાઝે વધુ એક લુંટને અંજામ આપ્યો હતો અને તેની ભાગદોડ હતી તે દરમ્યાન જ એલ.સી.બી ટીમે રીયાઝને ઘેરી નાંખ્યો પરંતુ રીયાઝ ઉશ્કેરાઇ ગયો અને પોતાના પાસે રહેલી છરી વડે પોલિસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ એલ.સી.બીએ રાત્રે તેને ઝડપી પાડ્યો હતો અને એ ડીવીઝન પોલિસ મથકને હવાલે કર્યો છે.

કોણ છે રીયાઝ અને હવે શુ થશે રીયાઝ સામે કાર્યવાહી?

રીયાઝ એક રીઢો ગુન્હેગાર છે.  અગાઉ પણ અનેક નાના-મોટા ગુન્હાઓમાં તેની સંડોવણી સામે આવી ચુકી છે. જો કે ભીડના એક વેપારી પાસેથી રોકડ અને મોબાઇલની 28 તારીખે લુંટ કર્યા બાદ રીયાઝે 29 તારીખે બપોર બાદ વધુ એક લુંટને આજ મોડસ ઓપરેન્ડીથી અંજામ આપ્યો હતો જો કે તે સમયે પોલિસ ત્યા પહોંચી હતી અને તેણે પકડાઇ જવાના ડરથી પકડવા માટે આવેલી પોલિસ પર પણ હુમલો કર્યો હતો. હાલ તે લુંટના ગુન્હામાં લોકઅપમાં છે. અને લુંટ સહિત પોલિસ પર ખુની હુમલાના ગુન્હામાં પણ પોલિસ તેના વિરૂધ 307ની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે