ભુજની RTO રીલોકેશન સાઈટમાં આવેલી રાજગોર સમાજ વાડી માં કંસારા સમાજ દ્વારા આયોજિત લગ્ન પ્રસંગમાં આવેલા ચંદ્રિકાબેન ભાનુશાલી નામના મહિલાના ગળામાંથી સોનાના ચંદન હારની ચીલઝડપ થતાં ચકચાર મચી જવા પામી છે આજે મોડી સાંજ બાદ આ લગ્ન સમારોહમાં ભાગ લેવા આવેલા ચંદ્રિકાબેન આ પ્રસંગ પતાવીને રાત્રે પોતાને ઘેર જવા નીકળ્યા ત્યારે લગ્ન વાડીની બહાર ઉભેલી બોલેરો જીપમાંથી ઉતરેલા અજાણ્યા શખ્સે અચાનક તેમના ગળામાં રહેલા સોનાના ચંદન હારને ખેંચીને પલાયન થઇ ગયો હતો આ ઘટનાથી હતપ્રભ બની ઉઠેલી મહિલાએ બુમાબુમ કરતા ત્યાં હાજર રહેલા લોકો એકઠા થઈ ગયા હતા અને સમગ્ર કિસ્સાની જાણ પોલીસને કરી હતી.
આ ઘટનાને પગલે DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો રાત્રે બનેલી આ ઘટનાને પગલે પોલીસે સઘન કાર્યવાહીના ભાગ રૂપે રાત્રી પેટ્રોલિંગમાં વ્યસ્ત પોલીસ કર્મીઓને બોલેરો જીપ તથા તેમાં સવાર બે અજાણ્યા શખ્સોનું પગેરું દબાવવાના આદેશો આપ્યા છે
આ કિસ્સાની પ્રાથમિક વિગતો આપતા બી.ડિવિઝનના પી.એસ.આઈ. શ્રી ઓઝાએ જણાવ્યું હતું કે પોલીસે ભોગ બનનાર મહિલાના બયાન અનુસાર ચીલઝડપ કરનારને શોધવા બંદોબસ્ત કડક બનાવ્યો છે આવતી કાલે મહિલાની ફરિયાદ સહિતની તજવીજ હાથ ધરીશું.