Home Current ધણીમાંતગ દેવના સોસીયલ મીડીયા પર અપમાનનો રોષ રસ્તા પર ઉતર્યો ઓસ્લો સર્કલ...

ધણીમાંતગ દેવના સોસીયલ મીડીયા પર અપમાનનો રોષ રસ્તા પર ઉતર્યો ઓસ્લો સર્કલ પર ચક્કાજામ 

7958
SHARE
મહેશ્ર્વરી સમાજના ઇષ્ટ્રદેવ એવા ધણીમાંતગ દેવ પર સોસીયલ મીડિયા ફેસબુક પર આપતીજનક લખાણના મુદ્દે આજે સમાજના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ફેસબુક સાઇટ પર તેમના ઇષ્ટદેવ વિરૂધ્ધ આપતીજનક કોમેન્ટ લખાતા આજે યુવાનોએ ગાંધીધામના ઓસ્લો સર્કલ પર ચક્કાજામ કરી તેનો વિરોધ કર્યો હતો જેને પગલે ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર ભારે ટ્રાફીક જામની સ્થિતી સર્જાઇ હતી. યુવાનો અચાનક મોટી સંખ્યામાં પહોંચી જતા થોડા સમયે માટે ભારેલા અગ્ની જેવી સ્થિતી થઇ હતી. જો કે ત્યાર બાદ યુવાનોએ સમજદારી સાથે શાંતીપુર્ણ રીતે માત્ર રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો તો ત્યાર બાદ પોલિસ મોટી સંખ્યામાં પહોંચી આવી હતી અને મામલો થાડે પાડવાના પ્રયત્નો હાલ હાથ ધર્યા છે. યુવાનોની માંગ છે. કે જે લોકોએ આ ટીપ્પણી કરી તેમના ઇષ્ટદેવનુ અપમાન કર્યુ છે. તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ કરી છે. હાલ છેલ્લા એક કલાક કરતા વધુ સમયથી ચક્કાજામની સ્થિતી છે. અને પોલિસના ઉચ્ચ અધિકારીઓ સહિત ધારાસભ્ય પણ ઘટના સ્થળે ધસી ગયા છે. અને યુવાનોને સમજાવવાના પ્રયત્નો ચાલુ છે. પરંતુ યુવાનો અવારનવારની આવી ઘટના પછી આક્રોષમાં છે. અને ચક્કાજામ દુર કરવા સમજી રહ્યા નથી.