Home Crime ગાંધીધામ કોર્ટના ધાક બેસાડતા ચુકાદા : બે કેસમાં 3 કોન્સ્ટેબલને ચાર વર્ષની...

ગાંધીધામ કોર્ટના ધાક બેસાડતા ચુકાદા : બે કેસમાં 3 કોન્સ્ટેબલને ચાર વર્ષની કેદ

4134
SHARE
27-04-2015ના કંડલા ફ્રિટ્રેડ ઝોન નજીક દારૂના કેસમાં પકડી પાડવાની ધમકી આપી ફરીયાદી પાસેથી 30,000ની લાંચ લેવાના કેસમાં 29-04-2015ના ઝડપાયેલા ગાંધીધામ બી ડીવીઝન પોલિસના બે કોન્સ્ટેબલ પ્રદિપસિંહ મનહરસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ હ નરેન્દ્રસિંહ ઝાલાને આજે ગાંધીધામ કોર્ટે સજા ફટકારી છે. લાંચ લેનાર બન્ને પોલિસ કર્મચારીઓએ આરોપી પર દારૂનો કેસ ન કરવા લાંચની માંગણી કરી હતી. જેમાં છટકુ ગોઠવી બનેને થ એ.સી.બીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ગાંધીધામની સ્પેશીયલ કોર્ટમાં આજે કેસ ચાલી જતા જજ વિ.એ.બુધ્ધ એ બન્ને લાંચીયા પોલિસ કર્મચારીને તકસીરવાન ઠેરવી 4 વર્ષની સજા અને 20 હજારનો દંડ ફટકાર્યો છે. સરકાર તરફથી ધારાશાસ્ત્રી મહેન્દ્રસિંહ.આર.જાડેજાએ દલિલ કર્તા કોર્ટે તેમની દલિલો ગ્રાહ્ય રાખી આજે આ સજા ફટકારી હતી.
તો અન્ય એક ચુકાદામાં ભુપેન્દ્રસિંહ લાખુભા રાણા નામના કોન્સ્ટેબલને પણ કોર્ટે 4 વર્ષની સજા ફટકારી છે. 8-1-2013ના કિસ્સામાં ભપેન્દ્રસિંહે ફરીયાદી પાસેથી બાઇક છોડાવવા માટે 4000ની લાંચની માંગણી કરી હતી. જે પૈકી 2500 દેવાનુ નક્કી થતા એ ડીવીઝન પોલિસના કોન્સ્ટેબલને એસ.સી.બીએ રંગેહાથ લાંચ લેતા ઝડપ્યો હતો. જે કેસ આજે ચાલી જતા જજ વિ.એ.બુધ્ધ ની કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 4 વર્ષની કેદ ફટકારી છે. સરકાર તરફી દલિલો સરકારી વકિલ ડી.બી.જોગીએ કરી હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આમ એક દિવસમાં ગાંધીધામ સ્પેશીયલ કોર્ટે ગાંધીધામ એ ડીવીઝન અને બી ડીવીઝનના લાંચીયા 3 પોલિસ કર્મીઓને સજા ફટકારતા બે ચુકાદા આપ્યા હતા. પોલિસ કર્માચારીની સજાની ઘટનાની ચર્ચા પુર્વ અને પશ્ચિમ કચ્છ પોલિસ બેડામાં સર્જાઇ છે.

અને મહત્વના કેસમાં દિલ્હી સી.બી.આઇના એડિશનલ ડાયરેક્ટરે જુબાની આપી 

લાંચ કેસમાં ઝડપાયેલા ભુપેન્દ્રસિંહ રાણા લાંચમાં ઝડપાયા બાદ તેની બદલી થઇ હતી. અને કેસચલાવવા માટે પ્રોસીક્યુશનની મંજુરી જરૂરી બને છે. ત્યારે રાકેશ અસ્થાના તે સમયે સુરત પોલિસ કમીશ્નર તરીકે હતા અને તેમને મંજુરી આપતા તેમની જુબાની માટે પણ તેઓને બોલવાવવામાં આવ્યા હતા અને તેઓ જુબાની આપવા આવ્યા ત્યારે તેઓ દિલ્હી સી.બી.આઇના એડિશનલ ડાયેરેક્ટર તરીકે નિયુક્ત હતા. આમ આ મહત્વના કેસમાં તેમની જુબાની પણ મહત્વની રહી હતી.