Home Crime નખત્રાણા પાસે બાઈક અને કારની ટક્કરમાં ત્રણના મોત

નખત્રાણા પાસે બાઈક અને કારની ટક્કરમાં ત્રણના મોત

2375
SHARE
નખત્રાણાના વિગોડી ફાટક પાસે બાઈક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે નખત્રાણાથી માતાનામઢ તરફના રસ્તે ત્રણ સવારીમાં જઈ રહેલી બાઈકને કારની ટક્કર થતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવારી કરી રહેલા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે આ ઘટનાને પગલે 108 સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે મળી રહેલી પ્રાથમિક વિગત અનુસાર પૂર ઝડપે આવી રહેલી કારે બાઇકને હડફેટે લીધા બાદ આગળ જઈને રસ્તા પર ઉતરી ગઈ હતી હિટ એન્ડ રન જેવા આ બનાવમાં મતૃકોની ઓળખ સહિત અકસ્માતના કારણ અંગેની વિગતો મેળવાઈ રહી છે.