ઘરેલુ કંકાસ માં થયેલા ઉગ્ર ઝઘડામાં બનેલા હત્યા કેસમાં ભુજ બી ડીવીઝન પોલીસે બે આરોપીઓ ની ધરપકડ કરી છે.શુક્રવારે સાંજે ભુજ ના કેમ્પ વિસ્તારમાં ચાકી ફળીયા મધ્યે મામદ કાસમ સુરંગી ની છરીના ઘા વડે કરપીણ હત્યા કરાઈ હતી.ભુજ બી ડીવીઝન પોલીસે ત્રણ આરોપીઓની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.જે પૈકી ૨ આરોપીઓ રેહાન ઉમર શેખ અને આબીદાબેન ઉમર શેખની ધરપકડ ૨૪ કલાકની અંદર કરી લીધી છે.જ્યારે ત્રીજો આરોપી સાજીદ અનવર સમેજા ફરાર થઈ ગયો છે.જે બે આરોપીઓ ઝડપાયા છે તે રેહાન અને આબીદાબેન માતા પુત્ર છે.સૂત્રો ના જણાવ્યા પ્રમાણે પોલીસ ની પ્રાથમિક પૂછપરછમાં રેહાન અને આબીદાબેન શેખ બંને માતા પુત્રએ ગુનાનો ઇનકાર કર્યો હતો પણ ત્યારબાદ ગુનો કબુલી લીધો હતો.જો કે,હત્યામાં વપરાયેલી છરી કબ્જે કરવા સહિત ફરાર આરોપી સાજીદ અનવર સમેજાને પકડવાની દિશામાં ભુજ બી ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.