કચ્છના બહુચર્ચીત અને હજુ પણ જે મામલામાં કચ્છથી લઇ દિલ્હી સુધી સૌ કોઇની મીટ મંડાયેલી છે. તેવા નલિયા દુષ્કર્મ કેસમાં 27 તારીખે પિડીતાની જુબાની નોંધ્યા બાદ તેમાં 7 મેના વધુ જુબાની માટે કોર્ટે તારીખ આપી હતી જેમાં આજે પણ ભોગ બનનાર યુવતી હાજર રહી હતી. અને કોર્ટમાં ફરી ઇન કેમેરા તેનુ નિવેદન નોંધાયુ હતુ જો કે સમન્સ મોકલ્યા બાદની 27 એપ્રીલે પ્રથમ જુબાની માટે હાજર થયેલી પિડીતાનુ 6 કલાક નિવેદન લેવાયુ હતુ. તે આજે ટુંકાયુ હતુ. અને બપોરના લંચ સમય સુધી જ તેની જુબાની નોંધાઇ હતી જે મામલે કોર્ટે આજે વધુ તારીખ આપી હતી. અને હવે પિડીતાની વધુ જુબાની 16 મે ના રોજ નોંધાશે આજે કોર્ટ કાર્યવાહી દરમ્યાન પડિતા તેના વકિલ અને દુષ્કર્મ મામલાના તમામ આક્ષેપીતો હાજર રહ્યા હતા જો કે ઇન કેમેરા નિવેદન નોંધાયુ હોવાથી આ અંગે સત્તાવાર કોઇપણ માહિતી જાણી શકાઇ ન હતી પરંતુ ફરી 16 મે ના પિડીતાની હાજરી અને કોર્ટ કાર્યવાહી પર સૌની નજર રહેશે