સ્થાનીક પુર્વ કચ્છ પોલિસ નિષ્ફળ જતા પોલિસવડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી
મહેશ્ર્વરી સમાજના ઇષ્ટદેવ વિષે સોશિયલ મીડીયા ફેસબુક પર અપમાનજનક લખાણો લખવાના મામલે અંતે સમાજના વિરોધને ધ્યાને રાખી અને સ્થાનીક પોલિસ નિષ્ફળ જતા રાજ્યના પોલિસવડાએ આ મામલાની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. 2 તારીખે આ મામલો સામે આવ્યો હતો અને મહેશ્ર્વરી સમાજના ઇષ્ટદેવના થયેલા અપમાન મામલે સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે મામલે ચક્કાજામ અને પોલિસને રજુઆત સાથે મામલો બિચકતા પોલિસ અને સ્થાનીક લોકો વચ્ચે ધર્ષણ સર્જાયુ હતુ. અને પોલિસને બળ પ્રયોગ સાથે મામલો થાડે પાડવો પડ્યો હતો. જો કે ત્યાર બાદ પણ સમાજની માંગણી હતી કે ઝડપથી આરોપી પકડાય પરંતુ સ્થાનીક ગુન્હાશોધક શાખા સહિત પુર્વ કચ્છની તમામ મહત્વની એજન્સીઓ આરોપી સુધી પહોંચવામા નિષ્ફળ જતા આજે રાજ્યના પોલિસવડાએ આદેશ કર્યો હતો અને આ મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. તો સ્થાનીક પોલિસવડાને પણ પત્ર દ્વારા અત્યાર સુધી થયેલી તપાસનો અહેવાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવાના આદેશ કર્યા હતા. હવે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ સાથે સાઇબર ક્રાઇમના નિષ્ણાંતો આ મામલે તપાસમા જોડાશે જો કે રાજ્યાના પોલિસવડાએ કરેલા આ આદેશથી સમાજનો રોષ હવે શાંત થશે
પુર્વ અને પચ્છિમ કચ્છ પોલીસ સામાજીક લાગણી દુભાવના મામલે તપાસમાં નિષ્ફળ
દરગાહમાં તોડફોડનો મામલો હોય કે પછી મહેશ્ર્વરી સમાજના ઇષ્ટદેવ પર ઘસાતુ લખવાનો મામલો ધટનાના લાંબા સમય બાદ પણ પોલિસ આ મામલે તપાસ કરી ગુન્હેગારનુ પગેરૂ શોધી નથી શકી તે વાસ્તવિકતા છે. અને તેથીજ દરગાહ તોડફોડ મામલે પણ અમદાવાદ એ.ટી.એસ સહિત અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની મદદ લેવી પડી હતી. તો બીજી તરફ ગાંધીધામમાં સમાજના રોષ સાથે ધણીમાંતગ દેવના અપમાન મામલે પણ સ્થાનીક પોલિસ નિષ્ફળ જતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મામલાની તપાસ સોંપાઇ છે. સ્થાનીક પોલિસે ચોક્કસ પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળતા મળી તે પણ તેટલુજ સત્ય છે. ત્યાર આંત્મમંથન એ પણ કરવુ જરૂરી છે. કે આટલા કાબેલ ઓફીસરો હોવા છંતા શા માટે આવી ધટનાઓમા બહારથી પોલિસની મદદ લેવી પડે છે.