આ વખતે લંડનમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાર કચ્છી ઉમેદવારો વિજેતા થઈને કચ્છને ગૌરવ અપાવ્યું છે. ચૂંટણી દરમ્યાન આ વખતે પ્રચાર પ્રસારમાં તેઓને કચ્છના સોશિઅલ મીડિયા ગ્રુપે પણ સહયોગ આપ્યો હતો તેમના પ્રચાર દરમ્યાન NRI કચ્છ ફેસ્ટિવલ કાઉન્સિલ ના સભ્યોએ પોતાના ગ્રુપમાં UK રહેતા કચ્છીઓને વિડિઓ કોલિંગ દ્વારા ઉમેદવારો માટે કેન્વાસીંગ કર્યું હતું કચ્છની સાથે સાથે UK સહિતના દેશોમાં રહેતા મનસુખ ગોરસીયા,કાન્તાબેન ભુડીયા, કોમલ રાબડીયા, મંજરીબેન સોની સહિતના સભ્યોએ પણ સહયોગ આપીને આ ઉમેદવારોના વિજયની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ ચૂંટણીમાં લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે સીધો મુકાબલો રહ્યો હતો બંને પાર્ટીના 59 અને અપક્ષના 4 મળીને 63 ઉમેદવારો વિજેતા થયા હતા જેમાં 4 કચ્છી ઉમેદવારો સારી સરસાઈથી વિજેતા થયા હતા આ ચૂંટણીમાં બ્રિટનના વડાપ્રધાન શ્રીમતી થેરેસા તેમના પતિ ફિલિપ મેં, MP બોબ બ્લેકમેન, રિચર્ડ બાપન સહિતના અગ્રણીઓએ પણ આ કચ્છી ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. ભારત સહિત કચ્છ માટે ગૌરવપ્રદકહી શકાય એવા આ અવસરે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જીલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઇ સચદે, પટેલ ચોવીસીના અગ્રણીઓ ગોપાલભાઈ ગોરસીયા, અરજણભાઇ પિંડોરિયા, આર.આર.પટેલ,આર.એસ.હિરાણી, કે.કે.હિરાણી અને પ્રવીણભાઈ પિંડોરિયા, NRI કચ્છ ફેસ્ટિવલ કાઉન્સિલ ના સભ્યો હસુભાઈ ઠક્કર,વિનોદ ગોરસીયા, વિનોદ પિંડોરિયા,હર્ષદ ઠક્કર, સહિત હરીશ આહીરે પણ સર્વે વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
વિશ્વમાં બ્રિટિશ સામ્રાજ્યનું અલગ અસ્તિત્વ છે ત્યારે આ અસ્તિત્વમાં ભારતીયો નું પણ એટલુંજ યોગદાન રહેલું છે અને આ યોગદાનમાં કચ્છીઓનો પણ સિંહફાળો અને દબદબો રહ્યો છે આ ચૂંટણીમાં વિજેતા થનારા ઉમેદવારોમાં મૂળ વાડાસરના કાન્તિભાઈ રાબડીયા કેન્ટન વેસ્ટ વોર્ડમાં બીજી વખત વિજેતા થયા છે, જયારે મૂળ માંડવીના નિતેશ હિરાણી, માધાપરના ચેતનાબેન હાલાઇ, કેરાના કૃપેશ હિરાણી કેન્ટન ઇસ્ટમાંથી વિજેતા થયા છે. કાન્તિભાઈ રાબડીયા UKમાં સરકારી સંસ્થાનો સાથે સંકળાયેલા છે તેમજ વડાપ્રધાન સાથે નજીકનો ઘરોબો ધરાવે છે તો અન્ય વિજેતાઓ પણ સેવાકીય અને સામાજિક ક્ષેત્રે લંડનમાં સારી નામના ધરાવે છે. આ જીત બાદ તમામ વિજેતા ઉમેદવારો વતી કાન્તિભાઈ રાબડીયાએ બ્રિટનમાં વસતા સૌ સહયોગીઓ અને કચ્છમાંથી સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.