Home Current કાળજાળ ગરમી વચ્ચે પણ કચ્છમાં નોંધાયો સ્વાઇનફ્લુનો કેસ : આરોગ્ય વિભાગ હરકતમાં 

કાળજાળ ગરમી વચ્ચે પણ કચ્છમાં નોંધાયો સ્વાઇનફ્લુનો કેસ : આરોગ્ય વિભાગ હરકતમાં 

1417
SHARE
આમતો સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં હાહાકાર મચાવનાર સ્વાઇનફ્લથી કોઇ અજાણ નથી. અને કચ્છમાં દર વર્ષે સ્વાઇનફ્લુના ઘણા કેસો સામે આવે છે. પરંતુ સામાન્ય રીતે ઠંડી સીઝનમાં જોવા મળતા સ્વાઇનફ્લુના પોઝીટીવ કેસો ઉનાળામાં પણ સામે આવી રહ્યા છે. કચ્છના માંડવી તાલુકાના દુર્ગાપુર ગામના એક યુવાનનો સ્વાઇનફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે હાલ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. થોડાક દિવસ પહેલા આ યુવાન સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને ત્યાર બાદ તેમાં સ્વાઇનફ્લુના લક્ષણો દેખાતા વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં તેને ખસેડવામા આવ્યો હતો. જ્યા તેના નમુના પરિક્ષણ કર્યા બાદ ગઇકાલે સાંજે તેનો સ્વાઇનફ્લુ પોઝીટીવ આવ્યો હતો. જો કે હાલ તેની સ્થિતી સારી છે. પરંતુ ચાલુ વર્ષે સ્વાઇનફ્લુનો આ ત્રીજો પોઝીટવ કેસ નોંધાયો છે. જો કે ગત વર્ષની વાત કરીએ તો વર્ષ 2017માં 305 જેટલા પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે કેસોની સંખ્યા ઓછી છે. પરંતુ ઉનાળામાં કેસ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસણી સહિતની આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી છે.