Home Current ચેતજો કચ્છમાં સ્વાઇનફ્લુથી માંડવીના દુર્ગાપુરના યુવાનનુ મોત 

ચેતજો કચ્છમાં સ્વાઇનફ્લુથી માંડવીના દુર્ગાપુરના યુવાનનુ મોત 

2121
SHARE
સામાન્ય રીતે ઠંડકની શરૂઆત સાથે જ કચ્છમાં સ્વાઇનફ્લુના કેસો સામે આવે છે પરંતુ પેટર્ન બદલાતા કચ્છમાં ગરમી વચ્ચે પણ સ્વાઇનફ્લુના કેસો દેખાઇ રહ્યા છે. ત્યારે 8 તારીખે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા માંડવીના યુવાનનો સ્વાઇનફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે સારવાર દરમ્યાન તેનું મોત થયુ છે. યુવાનમાં આજથી 10 દિવસ પહેલા આ લક્ષણો દેખાયા હતા ત્યાર બાદ તેને માંડવી અને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેને જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા 8 તારીખે તેના નમુના લઇ પરિક્ષણ કરાયુ હતુ. જેમાં સ્વાઇનફ્લુ પોઝીટીવ હોવાનુ સામે આવ્યુ હતુ. પરંતુ આજે સવારે સારવાર દરમ્યાન તેનુ મોત થયુ છે. આ અંગે રોગચાળા નિયત્રંણ અધિકારી ડો અરૂણકુમાર કુર્મીનો સંપર્ક કરતા તેને મૃત્યુ અંગે સમર્થન સાથે યુવાનની હિસ્ટ્રી પર પ્રકાશ પાડતા જણાવ્યુ હતુ કે આ યુવાન પ્રવાસ વધુ પ્રમાણમા કરતો હોવાથી તેને આ સ્વાઇનફ્લુ થયાનુ અનુમાન છે. તેના પરિવારના અન્ય સભ્યોની તપાસણી સહિતની કાર્યવાહી કરાઇ છે. તો ગત વર્ષના આંકડા આપતા અધિકારીએ જણાવ્યુ છે. કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે કેસોની સંખ્યા ઓછી છે. વર્ષ 2017મા 357 પોઝીટીવવ કેસો સામે આવ્યા હતા. તે પૈકી 54 લોકોના મોત થયા હતા. પરંતુ ચાલુ વર્ષે માત્ર 3 કેસ પોઝીટીવ નોંધાયા છે. અને પ્રથમ મૃત્યુ છે. જો કે સાથે અપિલ પણ કરી હતી. કે સ્વાઇનફ્લુના પ્રાથમીક લક્ષણો સમયેજ તેની સારવાર જરૂરી છે. અને તે અંગે લોકો જાગૃત રહે