Home Current ભુજમાં હિન્દુ યુવા સંગઠનની રેલી : તંત્ર અલગતાવાદી તત્વો સામે કડક કાર્યવાહી...

ભુજમાં હિન્દુ યુવા સંગઠનની રેલી : તંત્ર અલગતાવાદી તત્વો સામે કડક કાર્યવાહી કરે..

5646
SHARE
ભુજમાં હિન્દૂ યુવા સંગઠન દ્વારા ધોમ ધખતા તાપ વચ્ચે યોજાયેલી રેલીમાં કચ્છભર માંથી વિશાળ સંખ્યામાં હિન્દૂ સમાજ જોડાયો હતો.જિલ્લા કલેક્ટર મારફત કચ્છ પોલીસ અને દિલ્હી તેમ જ ગુજરાતના ગૃહમંત્રીને અપાયેલા આવેદનપત્રમાં હિન્દુ યુવા સંગઠને લેખિતમાં ચોંકાવનારી રજૂઆતો કરી હતી .રેલી પૂર્વે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં એકઠા થયેલા હિન્દુ સમાજના લોકો રેલી રૂપે શાંતિપૂર્વક જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. હિન્દુ યુવા સંગઠનના આવેદનપત્રમાં કરાયેલ આક્ષેપ પ્રમાણે કચ્છમાં છેલ્લા ઘણા સમયથી સોશ્યિલ મીડિયામાં હિન્દુ સમાજ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરાય છે. અમુક અલગતાવાદી તત્વો દ્વારા હિન્દુ સમાજને ઠેસ પહોંચે એવી પ્રવૃતિઓ કરાય છે. જેહાદી માનસિકતા ધરાવતા અમુક ચોક્કસ તત્વો દ્વારા થતી પ્રવૃતિઓને વહીવટીતંત્ર ધ્યાને લઇ ને કડક પગલાં ભરે તેવી માંગ કરાઈ છે. ગૌ હત્યાના બનાવો જે રીતે બની રહ્યા છે તેનાથી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી રહી છે. હિન્દુ યુવા સંગઠન ભુજના પ્રમુખ પ્રકાશ રાજગોરની હત્યાના પ્રયાસને વખોડી કાઢીને ધાક ધમકી હુમલા દ્વારા કચ્છની શાંતિને ડહોળવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને તાજેતરમાં માંડવીની ઘટનાનો ઉલ્લેખ પણ આવેદનપત્રમાં કરાયો છે, તે મુજબ હિન્દુ યુવા સંગઠન કચ્છના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાને ડરાવવાનો પ્રયાસ કરી તેમની સામે ખોટા કેસો કરાયા હોવાનું જણાવાયું છે. હાલમાં જ માંડવી મધ્યે રઘુવીરસિંહ જાડેજાની ઑફિસે જેહાદી માનસિકતા ધરાવતા યુવાનો દ્વારા કરાયેલ સૂત્રોચ્ચાર અને હથિયારો સાથે ડરાવવા અને ધમકાવવાના પ્રયાસને વખોડીને આ ઘટનાનો વીડિઓ પણ પોલીસને અપાયો હોવાનું જણાવી કડક પગલાં ભરવા માંગ કરાઈ છે. ખાનગી અને સરકારી જમીન પર અલગતાવાદી તત્વો ગેરકાયદેસર કબજો કરી રહ્યા હોવાનું જણાવીને કચ્છમાં મોટી સંખ્યામાં બગ્લાદેશી અને રોહિગ્યા મુસ્લિમોને વસાવવાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરાયો છે. કચ્છનો હિન્દુ સમાજ શાંતિમાં માનતો હોવાનું જણાવીને તાજેતરમાં જ રાજગોર સમાજના સ્મશાન ગૃહમાં હિન્દુ દેવી દેવતાની મૂર્તિઓ ખડીત કરવાના કિસ્સામાં હિન્દુ સમાજ શાંત રહ્યો હોવાનો ઉલ્લેલખ આવેદનપત્રમાં કરીને કચ્છની શાંતિને ડહોળનારા તત્વો સામે કડક ધાક બેસાડતી કામગીરી કરવા માંગે કરાઈ છે.

જેના સમર્થનમાં રેલી યોજાઇ તે રઘુવીરસિંહ જ રેલીમાં હાજર ન રહી શક્યા

આમતો હિન્દુ સંગઠનોની આ રેલી શાંતિપૂર્ણ હતી છંતા સોશિયલ મીડીયા થકી આ રેલીને લઇને પોલિસ વિભાગ અને આમ લોકોમાં પણ ઉચાટ હતો. જેથી પોલિસે સોશિયલ મીડીયા પર નજર રાખવા સાથે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. જો કે રેલીમાં વિવિધ પ્રશ્નો સાથે હિન્દુ સંગઠનના પ્રમુખ ચહેરા એવા રધુવિરસિંહ પર થઇ રહેલા હુમલા અને તેના વિરૂધમા થઇ રહેલી પ્રવૃતિનો હેતુ હતો અને તેથીજ સમગ્ર કચ્છના વિવિધ સંગઠનોએ તેમને સમર્થન આપ્યુ હતુ. પરંતુ માંડવીમાં થોડા સમય પહેલા રધુવિરસિંહ જાડેજા પર થયેલી ફરીયાદમાં તે હજુ પોલિસના હાથે ઝડપાયા નથી ફરાર છે. તેવામાં જો તે રેલીમાં હાજર રહે તો પોલિસ તેની ધરપકડ કરી શકે તેમ હતી તેથી જેના સમર્થનમાં રેલી હતી તેજ રેલીમાં જોડાઇ શક્યા ન હતા .જો કે હિન્દુ સંગઠને ચિમકી પણ ઉચ્ચારી હતી કે આવી પ્રવૃતિ ચાલુ રહેશે તો વિરોધ ઉગ્ર બનશે.

છેલ્લા બે મહિના પોલિસ માટે કપરા વિવિધ રેલી પ્રદર્શનમાં બંદોબસ્તે પોલિસને દોડતા રાખ્યા 

કચ્છમાં છેલ્લા બે મહિનાથી વિવિધ સમાજો, અને સંસ્થાઓ દ્વારા દ્રારા થઇ રહેલા વિરોધ પ્રદર્શને દોડતી રાખી છે . પહેલા આત્મવિલોપની ચીમકીઓનો દોર શરૂ હતો જેમાં પોલિસનો બંદોબસ્ત ત્યાર બાદ દલિતોના વિરોધો, મુસ્લિમ સમાજનો વિરોધ અને આજે હિન્દુ સંગઠનોની રેલી સહિત અનેક કાર્યક્રમો વિરોધના નોંધાયા જેમાં પોલિસ ખડે પગે રહી ચોક્કસ કોઇ અનિચ્છનીય બનાવ આ વિરોધ દરમ્યાન બન્યો નહી પરંતુ રેલીમા બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થાની સ્થિતીના પગલે પોલિસ સતત દોડતી રહી જે હજુ પણ યથાવત રહે તો નવાઇ નહી.