Home Crime ભુજ હંગામી આવાસમાં સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં 10 વર્ષની સજા 

ભુજ હંગામી આવાસમાં સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં 10 વર્ષની સજા 

1355
SHARE

સગીરા પર વધતા બળાત્કારના કિસ્સામાં સબક રૂપ ભુજ કોર્ટે 3 દિવસમાં બીજો ધાક બેસાડતો ચુકાદો આપ્યો 

એક તરફ સગીરા પર વધી રહેલા અત્યાચારના મામલે સરકાર કડક કાયદાઓ બનાવી રહી છે ત્યારે બીજી તરફ કોર્ટ પણ આવા મામલાને ગંભીરતાથી લઇ ચુકાદાઓ આપી રહી છે. ત્યારે આવાજ એક મામલામાં આજે ભુજ કોર્ટે બળાત્કાર ગુજારનાર રાજકોટના મહેશ ઉર્ફે પેંડો રમેશ નિમાવતને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 20-03-2013ના ભુજના હંગામી આવાસમાં રહેતી એક સગીરાને તે પ્રેમસંબધ હોવાનુ કહી તેની સાથે લઇ ગયો હતો અને ત્યાર બાદ રાજકોટ અને ભુજમાં તેની સાથે વારંવાર બળાત્કાર ગુજારતો રહ્યો પરિવારને જાણ થતા આ બાબતે પરિવારે પહેલા ગુમનોંધ અને ત્યાર બાદ બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી. જે મામલો આજે ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશીયલ પોક્સો કોર્ટના જજ એલ.જી.ચુડાસમાએ આરોપીને કલમ 363,366,376 અને પોક્સો એક્ટની કલમ 4-5.(L) મુજબ તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને 20.000નો દંડ ફટકાર્યો હતો.

અને સગીરા સાથેના દુષ્કર્મ બાદ સગીરાને ગર્ભ પણ રહી ગયો 

આ મામલાની દલીલો કરતા મુખ્ય સરકારી વકિલ કલ્પેશ ગોસ્વામીએ વિગતો આપતા જણાવ્યુ હતુ. કે મામલો ગંભીર હતો અને તેવામાં ફરીયાદ બાદ સગીરાના DNA સહિતના મેડીકલ પરિક્ષણ દરમ્યાન તે ગર્ભવતી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. જો કે કુદરતી રીતે ગર્ભ પડી ગયો હતો. આ કેસમાં 22 સાહેદો વિવિધ મેડીકલ રીપોર્ટ સહિતના પુરાવાને ધ્યાને રાખી સરકાર તરફે દેશમાં વધી રહેલા સગીરા પરના અત્યાચારોની વાત સાથે આ મામલે દલીલો કરતા કોર્ટે ગંભીર ગુન્હામાં આજે આ સજા ફટકારી હતી. જો કે આ પહેલા પણ 10 તારીખે નિકાહના નામે સગીરા સાથે બળાત્કારના કેસમાં પણ ભુજ કોર્ટે આવીજ કડક સજા કરતો ચુકાદો સંભળાવ્યો હતો.