Home Crime મહારાષ્ટ્ર ATS ટીમ કેમ એક શંકમદ શખ્સને ગાંધીધામથી ઉઠાવી ગઇ?

મહારાષ્ટ્ર ATS ટીમ કેમ એક શંકમદ શખ્સને ગાંધીધામથી ઉઠાવી ગઇ?

1842
SHARE
મુંબઇના જૂહુ વિસ્તારમાંથી ગયા અઠવાડિયે પકડાયેલા શકમંદ ત્રાસવાદી ફૈઝલ હસન મિર્ઝાના સંપર્કમાં રહેતો હોવાની શંકા પરથી મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ ગુજરાતના કચ્છમાંથી એક શખ્સની ધરપકડ કરી છે.
મહારાષ્ટ્ર ATS અધિકારીઓએ કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં 32 વર્ષીય અલ્લારખા ખાનને એના ઘરમાંથી પકડ્યો છે. એ ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનુ પ્રાથમીક રીતે સુત્રો જણાવી રહ્યા છે
ફૈઝલ મિર્ઝાએ એના ત્રાસવાદી જૂથના સભ્યોની મદદથી મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ત્રાસવાદી હુમલાઓ કરવાનો પ્લાન ઘડ્યો હોવાની વિગતો પ્રાથમીક પુછપરછમાં સામે આવી હતી. મહારાષ્ટ્ર ATS અધિકારીઓએ ગઈ 11 મેએ એને પકડીને એ હુમલાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો જો કે
પૂછપરછ દરમિયાન મિર્ઝાએ એ. ટી.એસ અધિકારીઓને એના સાગરિતો તથા એની સાથે સંપર્કમાં રહેનારાઓના નામ આપ્યા હતા. અલ્લારખા ખાન એમાંનો એક છે.
મિર્ઝા અને અલ્લારખા દુબઈમાં રહેતા ફારુક દેવડીવાલા સાથે સંપર્કમાં રહેતા હતા. દેવડીવાલાએ ભારતમાં ત્રાસવાદી હુમલાઓ અને આત્મઘાતી બોમ્બ હુમલાઓ કરાવવા માટે મિર્ઝાને ભરતી કર્યો હતો.
મહારાષ્ટ્ર ATS અમલદારો હવે ખાનની પૂછપરછ કરીને એનું બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છે. મુંબઈની કોર્ટે ખાનને 25 મે સુધી પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે જેમા તેની ભુમીકા અંગે ATS તપાસ કરશે સાથે ગુજરાતમા તેના અન્ય સંપર્કો અંગેની માહિતી ઓકાવવાના પ્રયત્નો થશે જો કે આ અંગે કચ્છના સ્થાનીક પોલિસ અધિકારીઓએ સત્તાવાર કઇ પણ ન જાણતા હોવાનુ જણાવવા સાથે મહારાષ્ટ્ર ATS એ કોઇ મદદ ન માંગી હોવાનુ જણાવ્યુ હતુ જોકે સુત્રોનુ માનીએ તો સ્થાનીક ગુપ્તચર એજન્સી સહિત મહત્વની બ્રાન્ચ આ મામલે ગુપ્ત રાહે તપાસ કરી રહી છે કે ગાંધીધામથી ઝડપાયેલ અલ્લારખ્ખાના કચ્છમા મુડીયા કેટલા ઉંડા છે..