એક તરફ સરકાર ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણ સુધારણાની વાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ કચ્છની એકમાત્ર સરકારી બી.એડ કોલેજ દ્વારા એડમીશન પ્રક્રિયા બંધ કરવા સાથે બી.એડ કોલેજ સ્ટાફની ઘટ ના પગલે બંધ કરવાની ચાલી રહેલી હિલચાલના વિરોધમા આજે એન.એસ.યુ.આઇ અને વિદ્યાર્થીઓ દ્વારા કચ્છ યુનીવર્સીટી ખાતે હલ્લાબોલનો કાર્યક્રમ રખાયો હતો આ પહેલા 15 નો સમય આપી વિદ્યાર્થીઓએ યુનીવર્સીટી પાસે સરકારની મદદથી દરમ્યાનગીરી કરી આ મામલો ઉકેલવા રજુઆત કરાઇ હતી. પરંતુ હજુ પણ કોઇ કાર્યવાહી આગળ ન વધતા આજે વિદ્યાર્થીઓએ સુત્રોચાર સાથે યુનીવર્સીટીમા લડતનો શંખનાદ કર્યો હતો હજુ બે વર્ષ પહેલાજ નજીવા ખર્ચે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ બી.એડ કરી પોતાની કારકીર્દી બનાવી શકે તે ઉદ્દેશ સાથે આ કોલેજ શરૂ કરાઇ હતી. પરંતુ બે વર્ષમાંજ બંધ કરવાના પ્રયત્નો થતા વિદ્યાર્થીમા રોષ છે. જે આજે યુનીવર્સીટીમા દેખાયો હતો જેમા સેનેટ સભ્યો એન.એસ.યુ.આઇના કાર્યક્રરો અને વિદ્યાર્થીઓ માટો સંખ્યામા જોડાયા હતા અને સુત્રોચાર સાથે હલ્લાબોલ કરી કુલપતીને આવેદનપત્ર આપ્યુ હતુ અને ચીમકી પણ ઉચ્ચારી હતી. કે એક સપ્તાહમા જો કોઇ યોગ્ય નિર્ણય નહી આવે તો ઉગ્ર લડત સાથે તોડફોડ કરવી પડશે તો વિદ્યાર્થીઓ પીછેહટ નહી કરે દિપક ડાંગરની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ આ લડત કરી હતી. તો વિદ્યાર્થીઓએ માંગ પણ કરી હતી. કે એક તરફ ખાનગી બી.એડ કોલેજમાં ઊંચી ફી ભરી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મજબુર થઇ રહ્યા છે. ત્યારે સરકારી રાહે ચાલી રહેલી એક માત્ર કોલેજ બંધ થવાથી કચ્છના શિક્ષણ અને વિદ્યાર્થીના ભાવી પર તેની અસર થશે જો કે રજુઆત બાદ કચ્છ યુનીવર્સીટના કુલપતી ચંદ્રસિંહ જાડેજાએ ખાતરી આપી હતી કે સરકાર અને યુનીવર્સીટી આ મામલે ગંભીર છે. અને કોલેજ બંધ નહી થાય તેવા પ્રયત્નો રહેશે જો કે હાલ સ્ટાફની ઘટ સહિતના જે મુદ્દાઓ છે. તે મુદ્દે મીટીંગ યોજી યોગ્ય નિરાકરણ થાય તેવા પ્રયત્નો છે. અને કોલેજ બંધ નહી થાય તેવા સ્પષ્ટ સંકેતો સાથે મામલો ઉકેલાઇ જશે તેમ જણાવ્યુ હતુ સાથે ઉગ્ર લડત વિદ્યાર્થીઓ કરી કાયદો હાથમાં ન લે તેવી અપિલ પણ તેમણે કરી હતી.