24એપ્રીલ 2018ના અંજારના ભીમાસર ગામે ડો બાબાસાહેબ આંબેડકરને અપમાનિત કરવાનો બનાવ બન્યો હતો.ઘટના ગંભીર હતી અને તેનો રોષ હજુ પણ સમાજમાં જોવા મળી રહ્યો છે. જો કે, આ કૃત્ય કરનારા અસામાજિક તત્વો સુધી પહોંચવા ની તપાસ અંગે અત્યાર સુધીની તપાસમા કોઇ કડી ન મળતા, આજે પોલિસે મદદ માટે ભીમાસર ગામમાં એક મીટીંગ નુ આયોજન કર્યુ હતુ અને સ્થાનીક લોકોને મદદની અપીલ સાથે ગુન્હેગારની બાતમી આપવા માટે સહકાર આપવા વિનંતી કરી હતી. ગ્રામ પંચાયત પ્રાંગણમાં જ બાબા સાહેબના અપમાનની ઘટના બની હતી અને કોઇ અસામાજીક તત્વો જુતાનો હાર બાબા સાહેબને પહેરાવી ફરાર થઇ ગયા હતા.જો કે, CCTV ની મદદથી પોલિસને આશા હતી કે મામલો ઉકેલાઈ જશે પરંતુ CCTV ફુટેજ માં પણ કોઇ કડી ન મળતા.આજે પોલિસે બેઠક યોજી ગામના આગેવાનો અને સ્થાનીક લોકોને મદદ માટે અપીલ કરી તપાસમા સહકાર આપવા માટે જણાવ્યુ હતુ સાથે બાતમી આપનારનુ નામ ગુપ્ત રાખવા અને તેને ઇનામ આપવાની જાહેરાત સાથે તેનુ સન્માન કરાશે તેમ જણાવ્યુ હતુ. અંજાર વિભાગના DYSP શ્રી વાઘેલા અને અંજાર પોલિસના PI ભરતસિંહ પરમાર ગામના અગ્રણી વી.કે.હુંબલ તથા સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો આ મીટીંગ માં જોડાયા હતા અને સહકારની ખાતરી આપી હતી.
તપાસની દિશા કહે છે આ મામલો પણ રાજ્ય બહારની પોલિસને સોંપાય તો નવાઇ નહી..
24 તારીખે ઘટના પછી સમાજ અને ગામના લોકો રસ્તા પર ઉતર્યા પોલિસે બે વાર ખાતરી આપતા મામલો શાંત પણ થયો. પરંતુ હાલ મા જ ભુજ અને ગાંધીધામમા ભીમાસરમા થયેલ બાબા સાહેબના અપમાનની ઘટનાના વિરોધ સાથે લડતની ચીમકી ઉચ્ચારાઇ હતી. તેવામાં પોલિસની લોકો સાથે આજે મળેલી બેઠક અને અપીલ એ દર્શાવે છે કે, પોલિસ અત્યાર સુધી કોઇ મહત્વની કડી આ કિસ્સામા શોધી શકી નથી .તેવામાં કદાચ હજુ થોડા સમય માટે લોકો પોલિસનો સાથ આપી શકે છે. પરંતુ જો ટુંક સમયમાં આરોપી નહી પકડાય તો લડત નક્કી છે તેવામાં કદાચ આ મામલો પણ ગાંધીધામ અને દરગાહ તોડફોડ પ્રકરણની જેમ રાજ્યની મહત્વની બ્રાન્ચ ને સોંપાય તો નવાઇ નહી !! કેમકે તેના લીધે ગુન્હો ઉકેલાવાની શક્યતા વધવાની સાથે લોકોનો રોષ પણ શાંત થાય તેમ છે.
ચોક્કસ સ્થાનીક પોલિસ પ્રયત્નો કરી રહી છે પરંતુ સફળતા કે આરોપી સુધી પહોંચવાની કોઇ કડી મળી નથી તેવામાં તપાસની સાથે હવે પોલિસે સ્થાનીક ગ્રામજનો અને આગેવાનોની મદદ લેવાનો પ્રયત્ન પણ કર્યો છે સાથે નામ ગુપ્ત રાખવાની શરતે સ્થાનીક લોકોને પણ પોલિસને મદદ કરવા જાહેર અપિલ કરી છે ત્યારે જોવુ એ અગત્યનું રહેશે કે સ્થાનીક પોલિસ ગ્રામજનો અને ખાનગી બાતમીદારોની મદદથી કેસ ઉકેલે છે કે પછી લોકોને આંદોલન સાથે ફરી ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડે છે…