Home Special હવે મીડિયા અને સોશ્યિલ મીડિયા પર નઝર રાખશે સરકાર

હવે મીડિયા અને સોશ્યિલ મીડિયા પર નઝર રાખશે સરકાર

840
SHARE
2019ની લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ ભાજપ સરકાર ગંભીરતા પૂર્વક વર્તમાન સમયની સાથે સજ્જ બની રહી છે. સરકારે અલગ અલગ ક્ષેત્રોમાં થયેલા વિકાસ કાર્યોથી માંડીને દેશભરના લોકમિજાજને સમજવાની જાણે કવાયત શરૂ કરી હોય તેમ સૂચના અને પ્રસારણ વિભાગ દ્વારા દેશભરના 700થી પણ વધુ જિલ્લામાં સોશ્યિલ મીડિયા એક્ઝીક્યુટીવ જેવા વ્યક્તિઓને નીમવાનો તખ્તો તૈયાર કર્યો છે જેમાં વર્તમાન પત્રો સહિત સ્થાનિક કેબલ ચેનલો પર નઝર રાખવાની સાથે સાથે માહિતી એકઠી કરાશે સંબધિત મંત્રાલયના સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ સરકારના આ આયોજનથી નિયુક્ત કરાયેલી ટીમ “આંખ-કાન”ની ભૂમિકા ભજવશે જેથી લોક મિજાજ સહિત સ્થાનિક ક્ષેત્રમાં રહેલી કચાશ અને ખામીઓને નિવારી શકાય.
જોકે 3 વર્ષથી અમલમાં આવેલા આ પ્રોજેક્ટ માટે સરકારે બ્રોડકાસ્ટ એન્જીનીયરીંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ ( બેસિલ ) દ્વારા આપેલી જાહેરાત મુજબ આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે દિલ્હી સ્થિત ન્યૂઝ વેબ પોર્ટલ દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ વર્તમાન સમય અનુસાર સોશ્યિલ માધ્યમના અતિક્રમણ અને નકારાત્મક તથ્યવિહીન ખબરો પર નઝર રાખવાની સાથે ખૂટતી કડીઓનું મૂલ્યાંકન કરી હકારાત્મક વાતાવરણ બનાવવાનો સરકારનો અભિગમ છે. આવનારા સમય દરમ્યાન સ્થાનિક ક્ષેત્રના તમામ પ્રચાર પ્રસાર માધ્યમો સહિત દરેક પ્રકારના સોશ્યિલ માધ્યમ પર નિયત કરેલી એજન્સી સરકાર તરફથી મોનીટરીંગ કરશે.