Home Current ભુજ લોહાણા બોર્ડિંગ હવે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરશે

ભુજ લોહાણા બોર્ડિંગ હવે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરશે

1475
SHARE

૯૫ વરસ જુનું ટ્રસ્ટ હવે ઉભું કરશે : ૨૫૦૦૦ ચો.ફૂટ. નું નવું આધુનિક વિદ્યા સંકુલ

૧૯૨૩થી કાર્યરત અને હજ્જારો વિદ્યાર્થીઓને જીલ્લા મથકમાં ભણવા માટે છાત્રાલય સેવાનો લાભ આપનારું શ્રી ભુજ લોહણા બોર્ડિંગ ટ્રસ્ટ હવે નાના-મધ્યમ વર્ગને ધ્યાને લઇને માત્ર સેવાકિય ધોરણે ઓછી ફીમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવાની નવી પહેલ આરંભી છે. આ ટ્રસ્ટ દ્વારા ભુજવાસીઓને શહેરના મધ્ય વિસ્તારમાં અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા મળે તે માટે આગામી જુનથી નર્સરી થી ધો. ૫ સુધીની અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં આવી રહી છે. ભુજમાં ૯૫ વરસથી બોર્ડિંગની સુવિધા આપતી આ સંસ્થા હવે આ જ સંકુલમાં અદ્યતન ભવનનું નિર્માણ કરીને સામાન્ય ફીમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપશે અને ભવિષ્યમાં ધો. ૧૨ સુધીનો વિસ્તાર કરશે. આ પ્રસંગે ટ્રસ્ટી મંડ્ળના ટ્રસ્ટીઓ મુંબઈના શ્રી વિનયભાઈ એલ . ઠક્કર, સ્થાનિક હોદ્દેદારો શ્રી વી.ડી. હાઇસ્કુલના સ્થાનિક મુખ્ય વહિવટકર્તા અને ભુજ નગરપાલિકાના નિવૃત અને નિષ્ઠાવાન ચીફ ઓફિસર શ્રી દિનેશભાઈ ઠકક્રર, વી.ડી. હાઇસ્કૂલ ના ભૂતપૂર્વ સેક્રેટરી અને પંજાબ નેશનલ બેંકનામાં પ્રશંસનીય કામગીરી કરી નિવૃત થયેલા ચીફ મેનેજર શ્રી લલિત બી. કોટકે સંસ્થાના સેવાકીય કાર્યો અને ભાવિ આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે લોહાણા બોર્ડીંગનું અલગ નવું બિલ્ડીંગ તો છે જ ઉપરાંત જુની બોર્ડિંગવાળી જગ્યાએ હાલમાં વર્ગખંડો શરૂ કરવામાં આવશે, દરમ્યાન, નવા અદ્યતન શૈક્ષણિક ભવન માટેનું બાંધકામ તાત્કાલિક શરૂ કરી દેવાશે. સંસ્થાના પ્રોજેક્ટ અને મિશનથી પ્રભાવિત થઇને મુંબઇ-પનવેલના શેઠ શ્રી પોપટલાલ વેલજી ઠકકરે આ શાળા માટે અંદાજે રપ,000 ચો. ફૂટ બાંધકામ કરી આપવાની જવાબદારી સ્વીકારી છે.
શ્રી પ્રવીણભાઈ પુજારા (ભુજની વી.ડી. હાઇસ્કૂલ તરીકે જાણીતી જૂની સાર્વજનિક હાઇસ્કૂલ ના પાયા ના પથ્થર અને ગુજરાત રાજ્યના એક્ષ્ જોઇન્ટ કમિશ્નર ઓફ સલેસ ટેક્ષ્ ) જેઓ આ સંસ્થા “પ્રોજેક્ટ અને મીશન ” ના ચીફ એડવાઈઝર છે. તેઓશ્રી ટેકનોલોજી ના ભરપુર ઉપયોગ સાથે સામાન્ય ફીમાં સમયાનુરૂપ વિઝન થી માસ્ટર પ્લાન સાથે સંસ્થાની કામગીરી સંભાળશે.
શ્રી ભુજ લોહાણા બોર્ડીંગ ટ્રસ્ટ ૧૯૨૩ માં રજીસ્ટર થયેલ સંસ્થા છે. આ ટ્રસ્ટના નેજા હેઠળ ૧૯૨૩થી ભુજ લોહાણા બોર્ડીંગ ચાલે છે જેમાં હજારો વિદ્યાર્થીઓ લાભ લઇ ભણીને આગળ વધ્યા છે. ૨૦૧૬માં સંસ્થાનું નવું મકાન બનતા, બોર્ડીં ના વિદ્યાર્થીઓ તેમાં શિફ્ટ થતાં, જૂની બિલ્ડીંગનો ઉપયોગ, વિદ્યાર્થી સમાજ અને ભુજ કચ્છની જનતાને લાભ મળે તે હેતુથી, માત્ર અને માત્ર સેવાકીય હેતુ થી, અંગ્રજી માધ્યમની શાળા શરુ કરવી એવો નિર્ણય ટ્રસ્ટ મંડળ અને સ્થાનિક સમિતિએ લીધો. આ સંસ્થા સાથે સંકળાયેલ અન્ય ટ્રસ્ટ શેઠ શ્રી ડૂંગરશી નાગજી ટ્રસ્ટના નેજા હેઠળ, ગુજરાતી માંધ્યમની શાળા ચાલે છે જે, શ્રી વી ડી હાઇસ્કૂલ તરીકે ઓળખાય છે. અને આ સંસ્થામાં ધોરણ ૧ થી ૧૨ સુધી, અભ્યાસની સુવિધા અપાય છે અને આથીજ નવી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયના અમલીકરણ સ્વરૂપે, નર્સરી , જુનીઅર કે.જી. અને સીનીઅર કે.જી. શરૂ કરી દેવામાં આવી છે જેમાં માત્ર બે માસના ટૂંકા ગાળામાં ૧૭ જેટલા વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. ધોરણ ૧ થી ૫ શરુ કરવા માટે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તરફથી મંજુરી પણ મેળવી લેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
આજના સમયમાં શિક્ષણ મોંઘુ બન્યું છે ત્યારે મધ્યમ વર્ગના લોકોને પરવડે એવા પ્રયાસ સાથે .અંગ્રેજી માધ્યમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત થાય તે હેતુથી ટ્રસ્ટી મંડળે સારા શિક્ષકો રોકી , જરૂરી સુવિધા પૂરી પાડી, સૌને પરવડે, તેવું ફી માળખું રાખી, સારા અને ઉંચ્ચ ગુણવતાયુક્ત શિક્ષણ ની સુવિધા ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં નર્સરી,જુનીઅર કે.જી. તેમજ સીની. કે.જી. માટે વાર્ષિક ફી રૂપિયા ૬૦૦૦/- એટલે કે માસિક રૂપિયા ૫૦૦/- અને ધોરણ ૧ થી ૫ માટે વાર્ષિક રૂપિયા ૯૬૦૦/- એટલેકે માસિક રૂપિયા ૮૦૦/- રાખવામાં આવ્યા છે અને દરેક સમાજના લોકોને આ સંસ્થાનો લાભ લેવા અપિલ કરાઈ છે.