Home Current ભુજ: દૂન સ્કૂલને થયો રૂપિયા એક લાખ નો દંડ: જાણો શા માટે...

ભુજ: દૂન સ્કૂલને થયો રૂપિયા એક લાખ નો દંડ: જાણો શા માટે થયો દંડ

3016
SHARE
સરકાર ના નિયમોની ઐસીતૈસી કરનાર ખાનગી સ્કૂલો સામે કચ્છ જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ કચેરી એ સયુંકત કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું છે.શિક્ષણ ક્ષેત્રે જાણીતી દૂન સ્કૂલ અત્યારે આંતરિક વિવાદોમાં ઘેરાયેલી છે તે વચ્ચે જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ કચેરીએ દૂન સ્કૂલને રૂપિયા એક લાખનો આકરો દંડ ફટકારતા કચ્છભરના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. માધ્યમિક શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ અને પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે સયુંકત રીતે આ અંગે ન્યૂઝ4કચ્છ ને આપેલી માહીતી અનુસાર RTE હેઠળ સરકારના કાયદાનું પાલન નહીં કરવા બદલ દૂન સ્કૂલને એક લાખ રૂ.નો દંડ ફટકારવામાં આવ્યો છે.દૂન સ્કૂલે RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એકટ ૨૦૦૯ અને ૨૦૧૨ હેઠળ નાની વયના બાળકોને પ્રવેશ, નિયત કરતા વધુ ફી લેવી,શાળા સેફટીના નિયમોનો ભંગ કર્યો હોવાથી દૂન સ્કૂલને આ દંડ ની સજા કરાઈ છે. ખાનગી સ્કૂલો સામે શિક્ષણ કચેરીની આ ધાક બેસાડતી કામગીરીથી ખાનગી શાળાઓ માં ફફડાટ સર્જાયો છે અને કાયદા નું ભાન થતાં ખાનગી શાળાઓ ના સંચાલકો ની દાદાગીરી ઉપર અંકુશ આવશે.

બાળકીને માર મારવાના કેસમાં પોલીસનો માગ્યો સહયોગ

દૂન સ્કૂલમાં ધો ૧ માં અભ્યાસ કરતી બાળકીને માર મારવાના ચકચારી કિસ્સામાં શુ થયું ? સમગ્ર ભુજ માં ‘ટોક ઓફ ધી ટાઉન’ બનેલા આ કિસ્સામાં પ્રાથમિક શિક્ષણ કચેરીએ દૂન સ્કૂલના CCTV કેમેરા બંધ હોવાની શાળા સંચાલકોની દ્વારા કરાયેલી જૂની પોલીસ ફરિયાદ અંગે માધાપર પોલીસ પાસે થી માહિતી મેળવવા સહયોગ માગ્યો છે. તે અંગે ના રિપોર્ટ બાદ પુરાવાના આધારે કાયદાકીય કાર્યવાહી કરાશે. જો કે, દૂન સ્કૂલે જાતે આ અંગે કોઈ તપાસ કરી નથી તેવું શ્રી સંજય પરમારે જણાવ્યું હતું. વાલી વિપુલ ગોરે આ મામલે દૂન સ્કૂલની વિરૂદ્ધ શિક્ષણ કચેરીમાં ફરિયાદ કરી હતી.