Home Crime ભાનાડામાં શીખ પરિવાર વચ્ચે ચાલતો વિવાદ લોહિયાળ બન્યો સમગ્ર કચ્છમાં નાકાબંધી 

ભાનાડામાં શીખ પરિવાર વચ્ચે ચાલતો વિવાદ લોહિયાળ બન્યો સમગ્ર કચ્છમાં નાકાબંધી 

810
SHARE
અબડાસા તાલુકાના ભાનાડા ગામે જમીન મુદ્દે ચાલતો વિવાદ આજે હિંસક બન્યો હતો બે કારમાં આવેલા 20 જેટલા શખ્સોએ પિતા-પુત્ર પર હુમલો કરતા એક મનજીતસિંહ જાટનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે તેના પુત્રોને ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ભાનાડા ગામે બે શીખ પરિવારો વચ્ચે પાંચ એકર જમીનના મુદ્દે લાબા સમયથી વિખવાદ ચાલે છે અને એજ વીખવાદના મુદ્દે આજે વાંકુ ગામના શીખ પરિવારે તેના મળતીયા સાથે મૃતકના વાડી સ્થિત ઘરમાં આવી હુમલો કર્યો હતો જેમાં તલવાર અને બંધુક જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કરતા ફાયરીંગમાં ધવાયેલા મનજીતસિંધ જાટનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે સુરેન્દ્રરસિંધ અને સુખવેંદરસિંધને ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા સમગ્ર પશ્ર્ચિમ કચ્છ પોલિસ ટીમ તપાસમા જોડાઇ હતી. અને બનાવ કઇ રીતે બન્યો અને કેટલા રાઉન્ડ ફાયરીંગ થયુ તેની તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ હોસ્પટલ સહિત ચુંસ્ત બંદોબસ્ત સાથે ફરાર આરોપીઓને પકડવા પોલિસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે જો કે હાલ બનાવ અંગે પ્રાથમીક વિગત સાથે હુમલો કરનાર સામે હત્યા સહિતની કલમો તળે ફરીયાદ નોંધી પોલિસ આગળની તપાસ કરશે તેવુ નાયબ પોલિસ અધિક્ષક એન.બી.પટેલ જણાવ્યુ હતુ. હાલ જમીન મુ્દ્દે મારામારી થઇ હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. પોલિસે હુમલો કરનાર શખ્સોને દબોચવા માટે તપાસ તેજ કરી છે. બનાવની ગંભીરતાને ધ્યાને લેતા  એસ.પી. એમ.એસ.ભરાડા સહિત ભુજ એ ડીવીઝન અને બી ડીવીઝન પોલિસના અધિકારીઓ પણ હોસ્પિટલમાં તપાસ અર્થે દોડી આવ્યા હતા.

વહેલી સવારે હુમલાને અંજામ આપ્યો અગાઉ પણ થયો છે આજ મુદ્દે વિવાદ 

સ્થાનીક શીખ પંચાયત સહિત જે જમીન મુદ્દે આ હિંસક હુમલો થયો તે બાબતે અગાઉ પંચાયત સહિત સ્થાનીક અનેકવાર ઘર્ષણ અને વિખવાદ થઇ ચુક્યો છે. પરંતુ આજે તેનો લોહિયાળ અંજામ આવ્યો હતો. અને આજે 20 જેટલા લોકોએ તલવાર,બંધુક જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કરતા એક વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ. મૃતકના ભાઇએ આ બાબતે પોલિસને પ્રાથમીક વિગતો આપતા સવારે પાંચ વાગ્યે હુમલો થયો હોવાનુ જણાવી માત્ર પુરૂષોને ટાર્ગેટ કરી હુમલો કરાયો હોવાનુ જણાવી ફાયરીંગ કરી હુમલાખોરો ફરાર થઇ ગયા છે. તેમ જણાવ્યુ છે. જેથી પોલિસે તેમની ફરીયાદ લઇ આગળની તપાસ શરૂ કરશે તો પ્રાથમીક તપાસમા ઇજા પામનાર એક શખ્સ અગાઉ તડીપાર હોવાનુ પણ ધ્યાને આવ્યુ છે. જે બાબતે પણ પોલિસે અલગથી તપાસ શરૂ કરી છે.